Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

ગીર સોમનાથ જિલ્લામાં હેલ્‍થ વર્કરોને કોવિડ શિલ્‍ડ વેકસીનનો બીજો ડોઝ આપવાની કામગીરી

(દેવાભાઇ રાઠોડ દ્વારા) પ્રભાસપાટણ તા.૧૬ : ગીર સોમનાથ જિલ્લામાં  કોરોનાથી રક્ષણ આપતી રસીનો ડોઝ આપવાની કામગીરીના પ્રથમ તબક્કામાં ૧૨ હજારથી વધુ લોકોને કોરોના રક્ષીત વેકસીનેશન કરવામાં આવેલ.  જલ્લામાં કોરોનાથી રક્ષણ આપતી રસીના પ્રથમ તબક્કામાં હેલ્‍થકેર ૬૬૦૧ વર્કરોને રસીનો પ્રથમ ડોઝ આપ્‍યો હતો. ત્‍યારબાદ બીજા તબક્કામાં ૫૯૨૯ ફન્‍ટલાઈન વર્કરોને વેકસીન આપવામાં આવી હતી. કુલ ૧૨૫૩૦ લોકોને રસી આપવામાં આવી છે. આમ જિલ્લાની કોરોના વેકસીનની ૮૯.૫૬ ટકા કામગીરી પૂર્ણ કરવામા આવી છે. પ્રથમ તબક્કાના હેલ્‍થ વર્કરોને આપવામાં આવેલ રસીના ડોઝને ૨૮ દિવસ પુર્ણ થતા આજે સિવિલ હોસ્‍પિટલ વેરાવળ ખાતે પ્રથમ રસીનો ડોઝ લેનાર ડો.બામરોટીયાને વેકસીનનો બીજો ડોઝ આપી કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી. પ્રથમ ડોઝ વેકસીનનો લોકોને આપવામાં આવેલ તે જ વેકસીનનો બીજો ડોઝ એજ સ્‍થળેથી આપવામાં આવશે. આર.સી.એચ.ઓ ડો.ગૌસ્‍વામીએ એક યાદીમાં જણાવેલ છે.

(11:46 am IST)