Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

ફાસ્ટેગની મગજમારી શરૂ : રાજકોટ - ગોંડલ વચ્ચે ભરૂડી ટોલનાકે વાહનોના થપ્પા

રાજકોટ : કેન્દ્ર સરકાર દ્વારા ફાસ્ટેગનો નિયમ આજથી લાગુ કરવામાં આવ્યો છે. ત્યારે હાઈવે ઉપર વાહન ચાલકોએ વાહન ઉપર ફાસ્ટટેગ ન લગાવ્યુ હોય તેઓ પાસેથી ટોલનાકે રૂપિયા વસૂલી ફાસ્ટેગ લગાવવામાં આવી રહ્યા છે. દરમિયાન આજે સવારથી જ રાજકોટ - ગોંડલ વચ્ચે આવેલ ભરૂડી ટોલનાકે ૩-૩ કિ.મી. સુધીના વાહનોના થપ્પા લાગી ગયા હતા. વાહન ચાલકો અને ટોલનાકે અનેક નાના - મોટી માથાકૂટ પણ જોવા મળતી હતી. ૩ થી ૪ કિ.મી. સુધીની લાંબી લાંબી વાહનોની લાઈનો જોવા મળતી હતી.

(11:46 am IST)