Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

ભાવનગર યાર્ડમાં લાલ ડુંગળીનાં એક લાખ થેલાનું રેકર્ડ બ્રેક વેચાણ

ભાવનગર,તા. ૧૬: સૌરાષ્ટ્રની લાલ ડુંગળી દેશ અને દુનિયામાં પ્રચલીત છે. આ વખતે ડુંગળીનો મબલખ પાક થયો છે. સરકારે ખેડૂતોના પ્રોત્સાહન માટે અને મહેનતનું પુરૂ વળતર મળે તે હેતુથી માર્કેટીંગ પોલીસી બનાવતા ખેડૂતો ખુશ છે.

અહીંના શ્રીકૃષ્ણકુમારસિંહજી માર્કેટીંગ યાર્ડ (ચિત્રા) ખાતે ડુંગળીની જબ્બર આવક થઇ છે. માર્કેટીંગ યાર્ડના સંચાલકોએ તેની ક્ષમતા અને રાખવાની સુવિધા ઉપરાંત વ્યવસ્થા કરી.

આજે એક જ દિવસમાં લાલ ડુંગળીમાં એક લાખ થેલાનું વેચાણ થયુ જે રેકર્ડ બ્રેક છે. માહિતી મુજબ આજે આ ડુંગળીનો લઘુતમ ભાવ રૂ. ૪૫૦ / ૨૦ કીલોના અને મહતમ ભાવ રૂ. ૭૧૧/૨૦ કિલો છે. માર્કેટીંગ યાર્ડની ડુંગળી હવે લોકો સુધી પહોંચતા શુ ભાવે પડે છે તે મહત્વનું છે.

(11:47 am IST)