Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

વણજોયા મુહૂર્ત વસંત પંચમીની ઉજવણીઃ સરસ્વતી દેવીની આરાધના

ધાર્મિક સ્થળોએ શિક્ષાપત્રીનું વાંચનઃ શ્રી સોમનાથ મહાદેવ સહિતના મંદિરોમાં ગુલાલ-કેસુડાનો શણગાર

રાજકોટ તા. ૧૬ : આજે વણજોયુ મુહુર્ત એટલે કે વસંત પંચમીની રાજકોટ સહિત સૌરાષ્ટ્ર -કચ્છમાં ઉજવણી થઇ રહી છે. આજે  સરસ્વતી માતાજીના જન્મોત્સવ અંતર્ગત આરધના કરવામાં આવી રહી છે.

ધાર્મિક સ્થળોએ શિક્ષાપત્રીનું વાંચન કરવામાં આવી રહ્યુ ંછે.

વસંત પંચમી એટલે વિદ્યાની દેવી સરસ્વતીની આરાધનાનો દિવસ. આ દિવસે મા સરસ્વતીની પૂજા કરવાનો ખાસ મહિમા છે. સાથે જ માતા સરસ્વતીને પ્રિય ભોગ ધરાવવાથી દેવીની કૃપા થાય છે.દર વર્ષે વસંત પંચમીનો તહેવાર ખાસ ધૂમધામથી મનાવવામાં આવે છે. દેશભરમાં આ દિવસે માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. મહા મહિનામાં શુકલ પક્ષ પાંચમની તિથિને વસંત પંચમી તરીકે મનાવવામાં આવે છે. આ વર્ષે ૧૬ ફેબ્રુઆરીના દિવસે વસંત પંચમી આવે છે. આ દિવસે મા સરસ્વતીના આશીર્વાદથી જ્ઞાન અને બુદ્ધિમાં વધારો થાય છે.

પૌરાણિક માન્યતાઓ અનુસાર માતા સરસ્વતી મહા મહિનામાં શુકલ પક્ષની પાંચમે બ્રહ્માજીના મુખમાંથી પ્રગટ થયા હતા. એટલે જ આ દિવસે મા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. માતા સરસ્વતીની આ દિવસે વિધિપ્રવિધાનથી પૂજા કરવાથી તેમની કૃપા વરસે છે. આ દિવસે તમામ વસ્તુઓ પીળી જ રાખવામાં આવે છે. સાથે જ મા સરસ્વતીની મૂર્તિને પીળા રંગના વસ્ત્રો પણ પહેરાવવામાં આવે છે. આ અવસર પર પીળા ફૂલો, પીળા રંગની મિઠાઈઓ સાથે કેસર કે પીળા ચંદનનો ચાંદલો કરવો શુભ માનવામાં આવે છે. સાથે જ તેમનો પાઠ પણ કરવો જોઈએ.

આ દિવસે પીળા વસ્ત્ર પહેરીને પૂજા કરવી પડે. જો તમે પૂજા કરવા માંગો છો તો, સ્નાાન કરી પીળા વસ્ત્ર ધારણ કરી પીળા મીઠા ભાત બનાવો અને માતાને ભોગ ધરાવો. સાથે જ પ્રસાદમાં પીળા લાડૂ, બૂંદી, માલપુવા અને ખીર ધરાવો. સાથે જ આ દિવસે પીળી વસ્તુઓ અને પુસ્તકોનું દાન કરવું જોઈએ.

આપણે ત્યાં વસંત પંચમી અને અખાત્રીજએ એટલા પવિત્ર દિવસો ગણાય છે કે એ લગ્ન, સગાઇ માટે વણજોયા મુહુર્ત ગણાય છે. શ્રેષ્ઠ મુહુર્ત પણ ગણાય છે પરંતુ આ વરસે વસંતપંચમી પછી બે માસ કરતા વધુ સમય સુધી લગ્નના મુહુર્ત નથી.

પ્રભાસપાટણ-વેરાવળ

(દેવાભઇ રાઠોડ-દિપક કકકકડ દ્વારા) વેરાવળ-પ્રભાસપાટણ ઋતુરાજ વસંતના મહાપર્વ વસંત પંચમીના મહાપર્વ સોમનાથ તીર્થના દેવ મંદિરો શણગારથી વસંત પંચમીના આગમનને વધાવશે પ્રભાસના પ્રાચીન ભગવાન દૈત્યસુદન મંદિરના પુજારી ભાવિક ભટ્ટ કહે છે દૈત્યસુદન ભગવાન વિષ્ણુના આ દેવાલયે વસંત પંચમીથી હોળી ફુલડોળસુધી ભગવાનને ખાસ રોજભોગ ધરાશે અને શ્વેત વસ્ત્રોનો સુંદર શણગાર કરી તેના ઉપર ગલાલનુ છાંટણ અને કેસુડાના ફુલથી શ્રૃંગાર કરાયો હતો. વસંત પંચમી સંધ્યાથીછેક હોળી સુધી ઘાણી, ખજૂર, દાળીયા, સહીતનો પ્રસાદ પરંપરા મુજબ ભગવાનને ધરવામાં આવશે.

મહાતીર્થ સોમનાથ પવિત્ર ત્રિવણી સંગમમાં પૂર્વ વાહીની સરસ્વતી નદી ત્રિવેણી સંગમમાં આવી સમુદ્રમાં વિલય પામે છે. સોમનાથના તટે માં સરસ્વતીનું મંદિર છે જયાં નવરાત્રીમાં હવન પણ થાય છે તો મેઇન બજાર રસ્તે ઠાકોર મંદિર પરિસરમાં માં સરસ્વતીનું એક મંદિર આવેલ છે

(11:48 am IST)