Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

કોઇ પણ ભોગે કૃષિ કાયદા પાછા લેવા જ પડશે : ડાયાભાઇ ગજેરા

મોટી પાનેલીમાં કિસાનસભા દ્વારા વિશાળ ખેડૂત સંમેલનમાં આક્રોશ

 (અતુલ ચગ દ્વારા)મોટી પાનેલી ,તા. ૧૬: ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં ઉપલેટા કિસાનસભા દ્વારા વિશાળ ખેડૂત સંમેલનનું આયોજન અહીંના સહકારી મંડળીના ગોડાઉન ગ્રાઉન્‍ડમાં કરવામાં આવેલ હતું જેમાં બહોળી સંખ્‍યામાં ખેડૂતો ઉમટી પડ્‍યા હતા કિસાન નેતા ડાયાભાઇ ગજેરા એ ભારત સરકારના ત્રણ કૃષિ કાયદાનો જબરજસ્‍ત વિરોધ કરતા જણાવ્‍યું હતું કે સરકાર ખેડૂતોની જમીન પુંજીપતિઓ ના હવાલેઃ કરવા માંગે છે જે કોઇકાળે થવા નહીં દઈએ મરતે દમતક આ કાયદાનો વિરોધ કરતા રહીશું હિરેન ખાંટ દ્વારા કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોને સરકાર આંતકવાદી, પાકિસ્‍તાની, ખાલીસ્‍તાની, ટુકડે ટુકડે ગેંગ ગણાવી આખા દેશના ખેડૂતોનું સરકાર અપમાન કરી રહી હોવાનું જણાવેલ ખેડૂત નેતા વલ્લભભાઈ માકડીયા એ સરકારના વિકાસની વાત કરતા જણાવેલ કે ભાજપા સરકાર જયારથી સતા પર આવી છે ત્‍યારથી લગાડી અત્‍યાર સુધીમાં વિકાસ થયો હોય તો તે પેટ્રોલ ડીઝલ ના ભાવમાં થયો છે ગેસના સિલિન્‍ડરમાં થયો છે ચેતનભાઈ ગઢીયા એ ખેડૂતોને સરકારના કાળા કાયદાનો વિરોધ કરી કિસાનસભા સાથે છેક સુધી જોડાવા માટે આહવાન કરેલ અને ભારતીય જનતા પાર્ટીના આવા મનદ્યડત કાયદાઓનો મક્કમતા પૂર્વક વિરોધ કરી આ સરકારને ખેડૂતોની તાકાત બતાવવા જણાવેલ પાનેલીના પૂર્વ સરપંચ મનુભાઈ ભાલોડીયા એ કિસાનસભાના આગેવાનોને ખાત્રી પૂર્વક જણાવેલ કે પાનેલીના ખેડૂતો કિસાનસભાની સાથે અડીખમ ઉભા રહેશે. સમગ્ર કાર્યક્રમનું આયોજન જતીન પટેલ, દિનેશ વેકરીયા, ભાવેશ કાલરીયા, અનિલભાઈ ચાડસનીયા વગેરે દ્વારા કરવામાં આવેલ.  

(11:49 am IST)