Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

મોરબી શહેરમાં કોરોનાનો નવો ૦૧ કેસ, વધુ ૦૪ દર્દી સ્‍વસ્‍થ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૧૬: મોરબી શહેરમાં પણ કોરોનાનો માત્ર ૦૧ નવો કેસ નોંધાયો છે તો અન્‍ય ચાર તાલુકામાં રાહત યથાવત જોવા મળે છે જયારે વધુ ૦૪ દર્દી સ્‍વસ્‍થ થયા છે.

આજના નવા કેસમાં મોરબી તાલુકાનો ૦૧ કેસ શહેરી વિસ્‍તારમાં નોંધાયો છે તો વાંકાનેર, હળવદ, ટંકારા અને માળિયામાં એકપણ નવો કેસ નોંધાયો નથી જયારે વધુ ૦૪ દર્દી સ્‍વસ્‍થ થયા છે નવા કેસ સાથે જીલ્લામાં કુલ કેસનો આંક ૩૩૪૭ થયો છે જેમાં ૧૭ એક્‍ટીવ કેસ છે અત્‍યાર સુધીમાં કુલ ૩૧૧૮ દર્દી સ્‍વસ્‍થ થયા છે.

 

(11:53 am IST)