Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

ગોંડલના લેન્‍ડ ગ્રેબીંગ ગુન્‍હામાં ચરખડીના કોંગ્રેસના ઉમેદવાર સહિત ૨ ને સાણસામાં લેવા વ્‍યુહ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૧૬: ગોંડલમાં દશ વિઘા ધાંચી પાર્ટી તરીકે ઓળખાતી જમીનમાં બોગસ સાટાખત કરી જમીન નો કબ્‍જો પચાવી પાડી ખાલી કરવાં પૈસાની માંગ કરાયાંની ચકચારી ઘટનામાં જીલ્લા પંચાયતની ચરખડી બેઠકનાં કોંગ્રેસનાં ઉમેદવાર દિનેશ પાતર સહીત ચાર શખ્‍સો સામે લેન્‍ડ ગ્રેબીંગ હેઠળ ગુન્‍હો નોંધાયા બાદ પોલીસ દ્વારા ઝડપાયેલાં પારડીનાં કૌશિક જેરામભાઈ કોરાટ તથાં તેના ભાઇ હરેશને રીમાંડની માંગ સાથે કોર્ટમાં રજુ કરાતાં ત્રણ દિવસનાં રિમાન્‍ડ મંજુર થયા હતાં. પોલીસ ફરીયાદ ને પગલે દિનેશ પાતર તથા નરેશ ભાસાને જડપી લેવાં પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

દિનેશ પાતર જીલ્લા પંચાયતની બેઠકનાં ઉમેદવાર હોય તેમની ઉમેદવારીને લઇને કોઈ પ્રશ્‍ન રહેતો નથી તેવું પ્રાંત અધિકારી રાજેશ આલ દ્વારા જણાવી દિનેશ પાતર ચુંટણી લડવા હકકદાર હોવાનું જણાવ્‍યું હતું. તેમની પર ગુન્‍હો નોંધાયો છે. અદાલતી કાર્યવાહી બાકી છે. તેઓ જામીન મેળવી શકે અથવા જેલમાં રહીને પણ ચુંટણી લડી શકે તેવું જણાવ્‍યું હતું.

(11:55 am IST)