Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

વાંકાનેરનાં પાડઘરા-માટેલ અને માથકનો રસ્‍તો અત્‍યંત બિસ્‍માર : અકસ્‍માતનો ભય

(હિતેશ રાચ્‍છ દ્વારા)વાંકાનેર,તા.૧૬ : વાંકાનેર તાલુકાના પાડધરા થી માટેલ નો રસ્‍તો ઘણા સમયથી બિસ્‍માર હાલતમાં છે, પાડધરાથી માટેલનો દસ કિલોમીટરના રોડ ઉપર ઠેર ઠેર મોટા ખાડા પડી ગયેલા છે, અને રોડ ઉપર મોટી મોટી કડુ પડી ગયેલ છે , એક તો આ રોડ ઉપર માટીના ડમ્‍પર, મોટા વાહનો ચાલતા હોય એમાય સિંગલપટી રોડ હોવાથી વાહન ચાલકોને આ રોડ પસાર થાવુ અત્‍યંત મુશ્‍કેલ છે , ઢૂવાથી માટેલના રોડ નુ પણ કામ ચાલુ હોય મા પ્રશિદ્ધ યાત્રાધામ આઇશ્રી ખોડિયાર માતાજી મંદિર , માટેલ મંદિરે જતા ભાવિક ભક્‍તજનો પણ આ રોડ ઉપર થી હાલ જાય છે , યાત્રિકો પણ અત્‍યંત મુશ્‍કેલી ભોગવી માટેલ મંદિરે પહોંચે છે, આ ઉપરાંત વાંકાનેર થી જતા સિરામિક ના કારીગરો, પણ માટેલ રોડ ઉપર આવેલ સિરામિક ફેક્‍ટરીએ આ રોડ ઉપરથી જાય છે, પાડધરા થી માટેલનો અત્‍યંત બિસ્‍માર રોડ નવો બનાવવામાં આવે તેમજ તાત્‍કાલિક આ રોડ રીપેર કરવા આ વિસ્‍તારના પ્રજાજનોની લોક માંગણી છે તેમજ આઇશ્રી ખોડિયાર માતાજી મંદિર, માટેલધરાના મહંત શ્રી રણછોડદાસબાપુ દ્વારા માંગણી છે 

આ ઉપરાંત  માથક થી માટેલ સુધીનો એક તો સિંગલપટી રોડ છે તેમજ આ રોડ ઉપર અનેક જગ્‍યાએ મોટા મોટા ખાડા પડી ગયેલા છે ઠેર ઠેર રોડ ઉપર અડધા રોડમાં મોટી મોટી કડુ પડેલ છે, બાઈક ચાલકો, ફોર વહીલર ને આ રોડ ઉપર ચાલવું અત્‍યંત મુશ્‍કેલ છે, આ રોડ ઉપર માટેલ, ઢૂવા સિરામિક ફેક્‍ટરી માં કારીગરો જતા હોય અવર જવર આ રોડ ઉપર ખુબ જ રહેતી હોય માથક થી માટેલ નો અત્‍યંત બિસ્‍માર રોડ રીપેર કરવા આ વિસ્‍તારના પ્રજાજનો ની લોક માંગણી ઉઠી છે, પાડધરા થી ચોકડીથી ભીમગૂડા, ઓળ સુધી અત્‍યંત રોડ ખરાબ છે, આ વિસ્‍તાર ના દરેક રોડ તાત્‍કાલિક રીપેર કરવા લોક માંગણી છે.

(11:57 am IST)