Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

મુન્દ્રા કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં વધુ એક જીઆરડી જવાનની ધરપકડ, બનાસકાંઠાથી ઝડપાયેલ પોલીસ કર્મી ૪ દિવસના રિમાન્ડ ઉપર

(વિનોદ ગાલ દ્વારા) ભુજ, તા. ૧૬:  મુન્દ્રાના સમાઘોઘા ગામના બે ગઢવી યુવાનોના પોલીસ કસ્ટડીમાં મોત નિપજવાના ચકચારી બનાવમાં પોલીસે વધુ એક જીઆરડી જવાનની ધરપકડ કરી છે.

પશ્ચિમ કચ્છ ડીવાયએસપી જયેશ પંચાલે આપેલી માહિતી મુજબ આ કરણમાં મુન્દ્રાના ગૃહરક્ષક દળના જવાન શંભુ ઝરુની સંડોવણી ખૂલતાં તેની ધરપકડ કરાઈ હતી.

આ ઉપરાંત ગફૂરજી ઠાકોર નામના પોલીસ કર્મીની બનાસકાંઠામાંથી ધરપકડ કરાઈ હતી. બન્ને આરોપીઓને મુન્દ્રા કોર્ટમાં રજૂ કરાતાં કોર્ટે ૧૮ તારીખ બપોર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. જોકે, આ ગુનામાં સમાઘોઘા ગામના પૂર્વ સરપંચ સહિત હજીયે ચાર પોલીસ કર્મી ફરાર છે.

(12:46 pm IST)