Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

ખંભાળીયા પાલિકા ચૂંટણીઃ ભાજપ-કોંગ્રેસ-આપના તમામ ફોર્મ માન્ય

ત્રણ ઉમેદવારી અંગે ફરીયાદો થઇ પણ ઉડી ગઇઃ કોંગ્રેસ ઉમેદવાર અને ભાજપ પદાધિકારીએ એક બીજાને લડી લેવા પડકાર ફેંકયોઃ ૩૪ ફોર્મ રદ ૮૬ માન્યઃ આજે પણ બે-ચાર ઉમેદવારી પત્રો પરત ખેંચાવાની સંભાવના

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧૬ : પાલિકાની ઉેમદવારોની ચકાસણીની પ્રક્રિયા ગઇકાલે પ્રાંત તથા ચુંટણી અધિકારીશ્રી ડી.આર. ગુરવની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. જેમાં સવારે ૧૦/૩૦ એ શરૂ થઇ હતી જો કે તમામ ઉમેદવાર, દરખાસ્ત કરનાર કે ટેકો આપતા પૈકીની ઉપસ્થિતીમાં ફોર્મ ચકાસણી કરીને તમામ ફોર્મ વિષે જાણકારી આપવામાં આવી હતી તથા છેલ્લી સ્થિતિ જણાવાઇ હતી.

વોર્ડ પાંચના ઉમેદવાર કોંગ્રેસના પૂર્વ પાલિકા પ્રમુખ તથા કોંગ્રેસ શહેર પ્રમુખ કાંતિલાલ નકુમના ફોર્મ બાબતે તમના કોર્ટ કેસ સંદર્ભે રજુઆત થઇ હતી પણ તેમની વિગતો દર્શાવાઇ હોય રજુઆત માન્ય કરી હતી તો વોર્ડ ૪માં હંસાબેન હરીશભાઇ બથવારના ત્રણ સંતાન અંગે ફરીયાદ થઇ હતી પણ તેના સંતાનનો જન્મ નિયત સમયગાળો જે માન્ય રહે છે. તેમાંજ થયેલ હોય તે મુદાની ફરીયાદ પણ ઉડી ગઇ હતી તો એક ઉમેદવારના સોગંદનામામાં નામની ભુલ હતી પણ હતી   કે ઉમેદવારોએ જતુ કરીને જવા દીધું હતું એકપણ માન્ય પક્ષ ઉમેદવારનું ફોર્મ રદ થયું નથી. જો કે ગઇકાલે એક કોંગ્રેસ ઉમેદવાર અને ભાજપ પદાધિકારી વચ્ચે બોલાચાલી થઇ હતી. ત્થા બન્નેએ ચુંટણી જંગમાં લડી લેવા પડકારો ફેકયા હતા.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બે પાલિકાની યોજાનાર ચુંટણીઓમાં ગઇકાલે ઉમેદવારી પત્રોની ચકાસણીના દિવસે ડમી ઉમેદવારો નીકળી જતા તથા કોઇ ઉમેદવારને પક્ષે મેંડેટ ના આપેલો હોય તેવા ઉમેદવારો નીકળી ગયા હતા.

જામરાવલમાં વોર્ડ -૧માં ભરત સામત વારીયા અને સંતોકબેન રણમલ કાગડીયા સહિત જ ઉમેદવારો છે. વોર્ડ ર માં લાખીબેન ચના સોલંકી તથા રણમલ નગા સોલંકી સહિત ૧૯ ઉમેદારો છે. વોર્ડ ૩માં દેવીબેન જમોડ તથા રાજીબેન જમોડ સહિત ૧૪ ઉમેદવારો છે. વોર્ડ ૪માં કંચનબેન મકવાણા તથા દક્ષાબેન જીતેન્દ્ર થાનકી સહિત ૧૩ ઉમેદવારો છે. વોર્ડ પમાં દીનાબેન વિજયભાઇ વારોતરીયા અને લીનાબેન લહેરૂ સહિત પંદર ઉમેદવારો છે.

વોર્ડ ૬માં  રામદે વાઘેલા તથા રાણાભાઇ ચૌહાણ સહિત ૧૪ ઉમેદવારો છે. અહી ૧૧૩માંથી ર૮ રદ થતા ૮પ ઉમેદવારો માન્ય રહ્યા છે. ખંભાળીયામાં વોર્ડ-૧માં ઇમ્તીયાઝયાત તથા મીનાબા જાડેજા સહિત ૧૧, વોર્ડ રમાં અમૃતબેન ઠાકર અને નાગાજણ જામ સહિત ૧ર, વોર્ડ-૩માં હંસાબા જેઠવા તથા મધુબેન કરમુટ સહિત ૧૧, વોર્ડ ૪માં સુભાસ પોપટ અને રેખાબેન ખેતીયા સહિત ૧૪, વોર્ડ પમાં કાંતિભાઇ દેવશી નકુમ મોના રાડીયા, વાસંતી કે. નાયક સહિત ૧૬, વોર્ડ-૬મં મહેશ રવજી ધોરીયા અને દમયંતીબેન ઓદીય સહિત ૧૦, વોર્ડ-૭માં હીનાબેન હિતેશભાઇ આચાર્ય તથા દીપક શાંતિલાલ સહિત ૧ર મળી કુલ ૮૬ ઉમેદવારો માન્ય રહ્યા જયારે ૩૪ રદ થયા છે.

(12:52 pm IST)