Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

અમરેલીમાં ફોરવ્હીલ સગેવગે કરીને ૧૦ લાખની છેતરપીંડી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ૧૬ :. ધર્મેન્દ્રભાઈ ભીખુભાઈ સિદ્ધપુરાને વિશ્વાસમાં લઈ મહેશ ઉર્ફે ભાણકુ ભૂપતભાઈ બસીયાએ ધર્મેન્દ્રભાઈના નામે ફોરવ્હીલની લોન લઈ હપ્તા નિયમીત ભરવાનો વાયદો કરી ફોરવ્હીલના હપ્તા ન ભરી રૂ. ૧૦ લાખ ભરવાના બાકી રાખી ફોરવ્હીલ સગેવગે કરી છેતરપીંડી કર્યાની અમરેલી સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

માસ-મચ્છી જપ્ત

હઠીલા હનુમાન મંદિર રોડ ઉપર મદીના મસ્જીદ પાસે આવેલ જીલાની ચીકનના ધંધાર્થી સદામ નજીર મોર, આરીફ બાબુ ભટ્ટી, નજીર ઈબ્રાહીમ મોર પોતાની દુકાને જાહેર રસ્તા ઉપર ગંદકી ફેલાવી કતલ કરી પાલિકાની ખુલી ગટરમાં લોહી વહાવતા મહિલા એએસઆઈ વિમળાબેન બોરીચાએ ફરીયાદ નોંધાવતા માંસ-મચ્છી કબ્જે કરેલ. રેઈડ દરમિયાન નજીર ઈબ્રાહીમ હાજર મળી આવેલ નહી.

મારમાર્યો

અમરેલી એસ.ટી ડેપોમાં પૈસાની ઉઘરાણી પ્રશ્ને એસ.ટી. કંડકટર અમિતભાઈ રણછોડભાઈ ડાભીને હુસેન લીલાએ માર મારી ધમકી આપ્યાની અમરેલી સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. જ્યારે સામા પક્ષે હુસેનભાઈ અજીજભાઈ લીલાએ અમિત રણછોડ સામે ગાળો બોલી માર મારી ધમકી આપ્યાની અમરેલી સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મોત

ધારી નવી વસાહતમાં રહેતા નિલેશભાઇ બાસોવીયા અને તેનો દિકરો અજય સેમરડી ફોરેસ્ટ ખાતાની બાંધકામની મંજુરી કામે ગયેલ. દિકરો અજય રમતો હોય જેને આયસર ટ્રેકટર જી.જે. ૧૪ એ.એ. ૮પ૩ર ની હડફેટે આવી જતા ગંભીર ઇજા થતા મોત નિપજયાનું ધારી પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

જુગાર

જાફરાબાદના લોઠપુર ગામે જાહેરમાં જુગાર રમતા નયન સોડા મકવાણા, જયસુખ જાદવ મકવાણા, બાબુટપુ મકવાણાને રોકડ રૂ. ર૬૭૦ ના મુદ્દામાલ પો. કોન્સ. અનોપસિંહ સોલંકીએ ઝડપી પાડયા હતા.

ધમકી

મુળ લાઠીના શેખપીપરીયાની જામનગર પરણાવેલી દક્ષાબેન રાકેશભાઇ સોમેશ્વર (ઉ.વ.૩૩)ને લગ્ન જીવન દરમ્યાન બે દિકરીઓનો જન્મ પતિ રાકેશ દલપત, સસરા દલપતભાઇ, સાસુ વૃંદાબેને પતિને કાન ભંભેરણી કરતા ગાળો બોલી મારમારી ત્રાસ આપી ધમકી આપ્યાની લાઠી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

(12:57 pm IST)