Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

જુનાગઢ જિલ્લા પંચાયતની ૩૦ બેઠક માટે ૯૯ ઉમેદવારો વચ્ચે ચુંટણી જંગ

૯ તાલુકા પંચાયતની ચુંટણીમાં ૪૭પ ઉમેદવારો મેદાનમાં

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૬: સ્થાનિક સ્વરાજની ચુંટણીનું ગઇકાલે ચિત્ર સ્પષ્ટ થતા જુનાગઢ જિલ્લા પંચાયતની ૩૦ બેઠક માટે ૯૯ ઉમેદવારો વચ્ચે અને છ તાલુકા પંચાયત માટે ૪૭પ ઉમેદવારો વચ્ચે ચુંટણી જંગ ખેલાશે.

જુનાગઢ જિલ્લા પંચાયતની ૩૦ બેઠક માટે ૧પ૮ ફોર્મ ભરાયા હતા. સોમવારે પ૯ ફોર્મ રદ થતાં ૯૯ ઉમેદવારો મેદાનમાં આવ્યા હતા.

જેમાં ભાજપ-૩૦, કોંગ્રેસ-ર૮, બસપા-૦૭, એનસીપી-૦૪, આપ-૧૬, અને અપક્ષ ૧૪ મળી કુલ ૯૯ ઉમેદવારો જિલ્લા પંચાયતની ૩૦ બેઠક માટે ચુંટણી લડશે.

જુનાગઢ જિલ્લા પંચાયતની કેટલીક બેઠક પર ત્રિપાંખીયો જંગ થવાની અને અમુક સીટ પર અપક્ષ રાજકીય પક્ષોનાં રાજકીય ગણિત બગાડે તેવી શકયતા છે.

જુનાગઢ જિલ્લાની છ તાલુકા પંચાયતની ૧પ૮ બેઠક માટે ૪૭પ ઉમેદવારો હજુ મેદાનમાં રહ્યા છે.

કુલ ૭પ૮ ફોર્મ ભરાયા હતા અને ચકાસણી દરમ્યાન ર૮૩ ફોર્મ રદ થવાથી ૪૭પ ઉમેદવારોનાં ફોર્મ ર માન્ય રહ્યા હતા.

૯ તાલુકા પંચાયતની ૧પ૮ બેઠક માટે ભાજપનાં ૧પ૮, કોંગ્રેસ-૧પ૬, બસપા-ર૦, એનસીપી-૦૮, આપ-૬૮ અને અપક્ષ ૬પ ઉમેદવારો વચ્ચે ચુંટણી જંગ મંડાયો છે.

સૌથી વધુ ૬૩ ઉમેદવારો માંગરોળ તાલુકા પંચાયતની ર૦ બેઠક માટે ચુંટણી લડી રહ્યા છે જયારે સૌથી ઓછા ૩૯ ઉમ.ેદવારો માણાવદર તાલુકા પંચાયતની ૧૬ બેઠક માટે મેદાનમાં છે.

જુનાગઢ જિલ્લા પંચાયતની મજેવડી બેઠક પરથી કોંગ્રેસે પીછેહઠ કરી છે અહિં તેના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા અહિં ભાજપ, અપક્ષ અને બસપાનાં ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.

(12:59 pm IST)