Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

જૂનાગઢ કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય દ્વારા ઓનલાઇન તાલીમ

જૂનાગઢ,તા.૧૬ : કૃષિ યુનિવર્સીટીની કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય ખાતે 'ઓટોમેશન ઇન માઈક્રો ઇરીગેશન સિસ્ટમ' વિષય ઉપર પાંચ દિવસીય ઓનલાઈન તાલીમનું આઈ. સી. એ. આર. ના એન. એ. એચ. ઈ. પી. - આઈ ડી પી પ્રોજેકટ અંતર્ગત આયોજન કરવામાં આવેલ. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ માઈક્રો ઇરીગેશન સિસ્ટમ (એમ.આઈ.એસ.) ઓટોમેશન , ભારતીય અને વૈશ્વિક બજારોમાં એમ.આઈ.એસ. ઉધોગો કેવી રીતે કાર્ય કરે છે, માઇક્રો ઇરીગેશન સિસ્ટમ ઉધોગ શરૂ કરવા માટેની તકો, નિયંત્રણો અને ઉકેલો, એમ-.આઈ.એસ. ઉદ્યોગોમાં રહેલ સમસ્યાઓ, હાલની સ્થિતિ અને એમ.આઈ.એસ. ઉદ્યોગની ક્ષમતા, તેમાં રહેલ સ્ટાર્ટ-અપની તકો વગેરેમાં સ્નાતક વિઘાર્થીઓનું જ્ઞાન વધારવાનો હતો. આ તાલીમનું ઉદ્ધાટન જુનાગઢ કૃષિ યુનિવર્સીટીના   કુલપતિ ડો. વી. પી. ચોવટિયા દ્વારા કરવામાં આવેલ , તેમણે કૃષિમાં ઓટોમેસન ઇન ઇરિગેશનના ઉપયોગ દ્વારા કૃષિ ક્રાંતિ કરી અને ખેડૂતો ની આવક બમણી કરવાના લક્ષ્યને પામી શકાય છે. તેમણે કૃષિ વૈજ્ઞાનિકોને આત્મનિર્ભર ઓટોમેશન ઇન ઇરિગેશન પધ્ધતિ વિકસાવવા માટે આહવાન કરેલ.

ભારતની ખ્યાતનામ સંસ્થાઓ જેવી કે આઈ. આઈ.ટી. ખડગપુરના પ્રોફેસર ડો. કે એન તિવારી , કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી,આચાર્ય એન. જી. રંગા કૃષિ યુનિવર્સીટી,ગંટુર, આન્ધ્રપ્રદેશના ડીન ડૉ. કે.વાય. રેડ્ડી, સરદાર સરોવર નર્મદા નિગમ લીમીટેડ, ગાંધીનગરના એકિઝક્યુટિવ ડાયરેકટર પ્રો. આર. બી. મારવિયા એ વ્યાખ્યાનો આપેલ અને ભારતમાં જળની ઉપલબ્ધતા અને માઈક્રો ઇરીગેશનમાં ઓટોમેશનની તાતી જરૂરિયાત તેમજ ગુજરાત ની જીવાદોરી સમાન નરમંદા પ્રોજેકટ વિષે સઘન માર્ગદર્શન આપવામાં આવેલ. આ તાલીમમાં ઉપરોકત તજજ્ઞો ઉપરાંત વિવધ માઈક્રો ઇરીગેશન સિસ્ટમ સાથે સંલગ્ન ઉધોગો જેવાકે નેટાફોમ ઇરીગેશન, જૈન ઇરીગેશન, તેમજ ઉધોગ સાહસિકો જેવાકે કેપ્ટન પોલી પ્લાસ્ટ, ડોંગા વોટર ટેક, રૈનમાર્ક પોલીમર, બાલસન પોલીમર, ભૂમિ પોલી પ્લાસ્ટ દ્વારા માઇક્રો ઇરીગેશન સિસ્ટમ ઉધોગ અંગે સધન માર્ગદર્શન આપવામાં આવેલ.

આ તાલીમમાં જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિવિધ અધિકારીઓ ,અન્ય કોલેજના આચાર્યઓ, વિભાગીય વડાઓ, પ્રાધ્યાપકો, આ તાલીમ આપનાર તજજ્ઞો, ઉદ્યોગ સાહસિકો અને કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલયના ર૬૬ અને સમગ્ર ભારતની વિવિધ યુનિવર્સિટીના અંદાજીત ૫૪૧ જેટલા વિધાર્થીઓ એ ઓનલાઈન ભાગ લીધેલ અને તાલીમ અંગે પોતાના અભિપ્રાયો આપેલ..

આ તાલીમને સફળ બનાવવા માટે જુનાગઢ કૃષિ યુનિવર્સીટીના માનનીય કુલપતિશ્રી ડો. વી. પી.ચોવટીયા, કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલયના આચાર્ય અને ડીન ડો. એન. કે. ગોન્ટીયા, જમીન ઇજનેરી વિભાગના વિભાગીય વડા અને આ તાલીમ ના ઓર્ગેનાઈઝંગ સેક્રેટરી ડો. એચ. ડી. રાંક, કો- ઓ્ગેનાઈઝિંગ સેક્રેટરી ડો. આર.જે. પટેલ અને પ્રો. જી. ડી. ગોહિલ એ ઘણી જહેમત ઉઠાવી હતી.

(12:59 pm IST)