Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

વિસાવદર તાલુકાના પ્રાથમિક શિક્ષકો દ્વારા કોરોના વેકસીનેશન

 વિસાવદર : જિલ્લા ડી.ડી.ઓ. શ્રી ચૌધરીના માર્ગદર્શન તળે જિલ્લા શિક્ષણ પરિવાર વતી જિલ્લા શિક્ષણાધિકારી શ્રી આર.એસ. ઉપાધ્યાયે કોવિડ-૧૯ વેકિસનનો પ્રથમ ડોઝ લઇ સમગ્ર શિક્ષણ વિભાગ માટે પ્રેરણા સ્તોત્ર બન્યા હતા. રસીકરણના પ્રથમ ડોઝ ને પ્રાધાન્ય આપી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ , શિક્ષક ઉત્કર્ષ શિક્ષક સંદ્ય અને રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંદ્યે સંયુકત ભાવના સાથે ઉપરોકત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. કેમ્પમાં ઉપરોકત ત્રણેય સંગઠનના પ્રમુખ મહામંત્રી એસ.એસ.એ. સ્ટાફ, પ્રાથમિકશિક્ષણઅધિકારી, બી.આર.સી .કો ઓર્ડીનેટર સ્ટાફે પ્રાથમિક તબક્કે વેકિસન લઈ રાષ્ટ્રના હિતને ,સમાજના હિતને ધ્યાનમાં રાખી આવકારદાયક શરૂઆત કરેલ હતી. કાર્યક્રમમાં સરકારી પ્રા.શાળા ખાનગી શાળા તથા એસ. એસ. એ. સ્ટાફ મળી કુલ ૬૨૩ કર્મચારીઓ ફરજ બજાવે છે .તેમાંથી આજરોજ પ્રથમ ડોઝ વેકિસન લીધેલ સંખ્યા ૪૪૬ બાકીના કર્મચારીઓ બીમારી ,તેમજ ટેકનિકલ કારણોસર ઉપસ્થિત રહેલ ન હતા. જિ. પ્રા. શિક્ષક સંઘ પ્રમુખ રાજુભાઈ ભેડા, મહામંત્રી દિનેશભાઇ પટેલ તાલુકા શિ.સંદ્ય પ્રમુખ પાલાભાઈ ભેટારીયા, ટી.પી.ઓ. અનિલભાઈ પટેલ, તાલુકા શૈક્ષણિક મહાસંદ્ય અધ્યક્ષ યોગેશભાઈ ખુંટ, ઉત્કર્ષ સંદ્યના પ્રમુખ વ્રજલાલ સાગઠીયા , ભુપતભાઈ નડીયાપરા, કાર્તિકભાઈ જોશી, ગોપાલભાઈ સાવલિયા ,ઉમેશભાઈ રીબડીયા તેમજ શિક્ષકોએ પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે રાષ્ટ્રીય કામગીરીમાં સહયોગ આપવા જહેમત ઉઠાવેલ હતી.કોરોના રસીકરણ કાર્યક્રમની તસ્વીર.

 

(1:00 pm IST)