Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

પોરબંદરમાં ચૂંટણીના પગલે પોલીસ દ્વારા ફ્રૂટ પેટ્રોલીંગ : કાયદો વ્યવસ્થા જાળવણી માર્ગદર્શન

પોરબંદર, તા. ૧૬ :  કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નગરપાલીકા ચૂંટણીના પગલે ફૂટ પેટ્રોલીંગ એરીયા ડોમીનેટ તથા મોહલ્લા વિઝીટ કરવામાં આવેલ હતી.

જુનાગઢ રેન્જ ડી.આઇ.જી. મનીંદર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો. રવી મોહન સૈની દ્વારા આગામી નગરપાલીકા/ તાલુકા પંચાયત/ જીલ્લા પંચાયત ચૂંટણી-ર૦ર૧ શાંતિપૂર્વક માહોલમાં યોજાય તેમજ કાયદો અને વ્યવસ્થા સુચારૂ જળવાય તે માટે પો. સ્ટે. વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ રાખવા સુચના આપેલ જે અનુસંધાને પોરબંદર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જે.સી. કોઠીયાના માર્ગદર્શન મુજબ કીર્તિમંદિર પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેકટર એચ.એલ. આહિર તથા ડી-સ્ટાફ પીએસઆઇ આર. એલ. મકવાણા તથા કીર્તિમંદિર પોલીસ સ્ટાફના માણસો સાથે કીર્તીમંદિર પો. સ્ટે.ના નવા કુંભારવાડા ચુનાના ભઠ્ઠા, વિરડી પ્લોટ વિસ્તારમાં એરીયા ડોમીનેટ તથા મોહોલ્લા વિઝીટ તથા ફ્રુટ પેટ્રોલીંગ કરી ચૂૂટણીમાં અસામાજીક તત્વો દ્વારા કોઇ ગરબડી કરવામાં ન આવે તેમજ ચૂંટણી નિર્ભયતા ભર્યા વાતાવરણમાં યોજાય જેથી વિસ્તારના પ્રોહી બુટલેગરો તથા જાણીતા ગુનેગારોને ચેક કરવાની કામગીરી ઉપરાંત વિસ્તારના લોકોને આગામી નગરપાલીકા ચૂંટણી દરમ્યાન કાયદો વ્યવસ્થા સુચારૂ જળવાય તે માટે જરૂરી માર્ગદર્શન આપેલ છે.  હાલમાં કોરોના વાયરસ સંક્રમણની સંભાવના રહેલી હોય જેથી કોરોના વાયરસ સંક્રમણ અટકાવવા બાબતે ફરજીયાત માસ્ક પહેરવા, લોકો વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સ રાખવા તથા સેનીટાઇઝરથી હાથ અવારનવાર સેનેટાઇઝ કરવા તથા વધુમાં વધુ હેન્ડ વોશનો ઉપયોગ કરવા વગેરે બાબતે અવરનેશ કરવામાં આવેલ છે.

(1:00 pm IST)