Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

બીલખામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના ત્રણ મહિલા ઉમેદવારોએ ભાજપ સમર્થનમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યુ

જુનાગઢ,તા૧૬:  સ્વરાજની ચૂંટણીમાં જૂનાગઢના બિલખમાં કોંગ્રેસને ફટકો પડ્યો છે. કોંગ્રેસની ત્રણ મહિલા ઉમેદવારોએ ભાજપના સમર્થનમાં પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું છે. બિલખા જિલ્લા પંચાયત નીચે આવતા તાલુકા પંચાયત બેઠક પર ફોર્મ પરત ખેંચાતા જ સ્થાનિક રાજકારણ ગરમાયું છે. બંધાળા, ભલગામ અને ચોરવાડી ગામની મહિલા ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા જ હવે સીધો જંગ ભાજપ, અપક્ષ અને આપના ઉમેદવારો વચ્ચે જોવા મળશે.

(1:01 pm IST)