Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

પાટણવાવ પાસે તલંગણાના પરબતભાઇ આહિર તથા રાજશીભાઇ ઉપર ધોકા-ધારીયાથી હુમલો

રેતીની લીઝના બે હુડકા પકડાવી દિધાની શંકા ઉપર લીઝના સંચાલક દિપક સોનારા રે. ઉપલેટાએ ચાર અજાણ્યા શખ્સો પાસે હુમલો કરાવ્યો : પાંચેય સામે ગુન્હો નોંધાયો

રાજકોટ, તા. ૧૬ : પાટણવાવ પાસે રેતીના લીઝના બે હુડકા પકડાવી દીધાની શંકાએ તલંગણા ગામના આહિર પ્રૌઢ અજાણ્યા દ્વારા  હુમલો કરાવ્યાની પોલીસમાં ફરીયાદ થઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ તલંગણા ગામે રહેતા પરબતભાઇ દેવાણંદભાઇ આહિર (ઉ.વ.૪પ) એ આરોપી દિપક સોનારા રે. ઉપલેટા તથા ચાર અજાણ્યા શખ્સો સામે રાણાવાવ પોલીસ મથકમાં ફરીયાદ કરી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ આરોપી દિપક સોનારા તલંગણા ભાદર નદીમાં શ્યામખતુ ટ્રસ્ટની રેતીની લીઝનું સંચાલન કરતા હોય અને ચાર-પાંચ દિ' પૂર્વ લીઝના બે હુડકા ખાણખનીજ વિભાગે સીઝ કરેલ હોય આરોપી દિપકને આ હુડકા ફરીયાદી પરબતભાઇ તથા શહેર રાજશીભાઇએ પકડાવ્યા હોવાની શંકા કરી તેનો ખાર રાખી ફરીયાદી તથા સાહેદને મારવા પૂર્વયોજીત કાવત્ર, રચી ચાર અજાણ્યા માણસોને મોકલી ફરીયાદી તથા સાહેદ બાઇક ઉપર ઉપલેટા જતા હતા ત્યારે સમઢીયાવાની હાડફોડી રોડ ઉપર આરોપી દિપક સોનારાએ મોકલેલ ચાર અજાણ્યા શખ્સોને કારમાં આવી બાઇકને આતંરી પાઇપ, ધોકા અને ધારીયાથી હુમલો કરતા પરબતભાઇ તથા રાજશીભાઇને ગંભીર ઇજા કરી હતી તેમજ બંદૂક જેવું હથિયાર બતાવી મારી નાંખવાની ધમકી આપી હતી.  આ ફરીયાદ અન્વયે પાટણવાવ પોલીસે રેતીના લીઝના સંચાલક દિપક સોનારા તથા ચાર અજાણ્યા શખ્સો સામે ગુન્હો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી છે. વધુ તપાસ પાટણવાવના પી.એસ.આઇ. વાય.બી. રાણા ચલાવી રહ્યા છે.

(1:02 pm IST)