Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

ચોટીલા-જસદણ રોડ ઉપર વેવિશાળમાં જતા કોળી પરિવારના છોટા હાથી પલ્ટી જતા ૨ના મોતઃ ૧૦ને ઈજા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૧૬ :. ચોટીલા નજીક જસદણ રોડ ઉપર વેવિશાળ પ્રસંગમાં જતા કોળી પરિવારના છોટાહાથીએ પલ્ટી ખાતા ૨ વ્યકિતના મોત થયા હતા. જ્યારે ૧૦ને ઈજા થતા સારવારમાં ખસેડેલ છે.

અકસ્માત દરમિયાન છોટા હાથી માં બેઠેલાં બેનાં મોત અને દસને ઈજાઓ થતાં ઈજાગ્રસ્તો ને સારવાર માટે ૧૦૮ની મદદથી ચોટીલા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા આજે ચોટીલા ખાતે જસદણ રોડ ઉપર છોટા હાથીના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો જેમાં એક જ પરિવારના દસ વ્યકિતઓ ઘાયલ થયા હતા જ્યારે બેના મોત નિપજયા હતા ત્યારે દસ ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક અસરે ચોટીલા ખાતે સારવાર માટે ૧૦૮ ના માધ્યમ થકી ખસેડવામાં આવ્યા હતા આ કોળી પરિવાર થાન તાલુકાનું હોવાનું જાણવા મળી રહ્યું છે જ્યારે વેવિશાળનાં પ્રસંગમાં જઇ રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે અકસ્માતમાં છોટાહાથી પલટી મારી જતા જેમાં બે વ્યકિતઓના મોત થયા છે જેમાં થાન તાલુકાના સરોડી ગામ ના ધનાભાઈ રોજાસરા તેમજ અમરાપરના ગોવિંદભાઈ ડાભીનું ઘટના સ્થળે મોત નિપજયા હતા જ્યારે દસ વ્યકિતઓ ઘાયલ થતાં તેમને તાત્કાલિક અસરે ચોટીલા ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

આ અકસ્માતમાં હેમીબેન કાનજીભાઈ મેર (ઉ.વ. ૫૮, રહે. ચોટીલા), પ્રેમજીભાઈ ધમાભાઈ કુમારખાણીયા (ઉ.વ. ૩૫, રહે. પીપળીયા) સહિત ૧૦ને ઈજા પહોંચી હતી.

હેમીબેનના ભત્રીજીની સગાઈ હોવાથી કાળાસરથી હાથસણી જતા હતા ત્યારે રાતુડી ગામ પાસે આ અકસ્માત સર્જાયો હતો.

(3:49 pm IST)