Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

ધોરાજી ખોડલધામના પ્રમુખ વિમલભાઈ કોયાણી પોતાનો જન્મદિવસ રામ જન્મભૂમિ મંદિર માટે રૂપિયા ૨.૫૧ લાખના દાન સાથે ઉજવ્યો : સમાજને પ્રેરણા આપી જન્મદિવસ નિમિત્તે ભગવાન રામ નું ભવ્ય મંદિર બને તેઓ સંકલ્પ લીધો તે બાબતે ધોરાજી સંઘ પરિવાર વતી ચંદુ ભાઈ ચોવટીયા રે અભિનંદન પાઠવ્યા : ખોડલધામ સમિતિના તમામ સભ્યોએ પણ વિમલભાઈ કોયાણી ના વિચાર ને આવકાર્યો

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજી ખોડલધામ સમિતિના પ્રમુખ અને જાણીતા બિલ્ડર વિમલભાઈ કોયાણી ના જન્મદિવસ વસંત પંચમી ના પાવન પ્રસંગે મહેફિલો ભોજન સમારંભ વગેરે નો ત્યાગ કરી માત્ર અને માત્ર ભગવાન શ્રીરામનું અયોધ્યામાં ભવ્ય મંદિર બને તે હેતુથી રૂપિયા બે લાખ ૫૧ હજાર નું દાન સાથે ઉજવણી કરી હતી

ધોરાજીના ખોડલધામ સમિતિના પ્રમુખ અને જાણીતા બિલ્ડર વિમલભાઈ કોયાણી નો જન્મદિવસ નિમિત્તે હેપી બર્થ ડે પાર્ટી તેમજ ભોજન સમારંભ કે અન્ય પ્રસંગો ઉજવવાની બદલે તેમને એવી પ્રેરણા થઇ કે આજે વસંત પંચમી ના પાવન પ્રસંગે મારે ભગવાન શ્રીરામના મંદિર માટે દાન દેવું છે જે શુભ વિચાર થી ધોરાજી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગોંડલ પ્રાંતના સંઘ ચાલક ચંદુભાઇ ચોવટીયા રણછોડભાઈ વઘાસિયા વિનુભાઈ વઘાસીયા અમીશભાઈ હિરપરા પ્રવિણભાઈ કોયાણી કિશોરભાઈ રાઠોડ તેમજ ખોડલધામ સમિતિના ભુપતભાઈ કોયાણી નટુભાઈ વૈષ્ણવ  હેમતલાલ પાનસુરીયા સંજયભાઈ રુપારેલીયા જયંતીભાઈ રાબડીયા જયંતીભાઈ કોયાણી વિગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

આ પ્રસંગે વિમલભાઈ કોયાણી તેમના માતા-પિતા વલ્લભભાઈ લાલજીભાઈ કોયાણી તેમજ જમુનાબેન વલ્લભભાઈ  કોયાણી ના આશીર્વાદ મેળવી ને સંઘ પરિવારના ચંદુભાઈ ચોવટીયા તેમજ સભ્યોને રૂપિયા બે લાખ ૫૧ હજારનો ચેક રામ જન્મભૂમિ મંદિર માટે અર્પણ કર્યો હતો

આ પ્રસંગે રણછોડભાઈ વઘાસિયા એ પ્રાસંગિક ઉદ્બોધન કરી ને વિમલભાઈ  કોયાણી ને અભિનંદન પાઠવતા જણાવેલ કે ભગવાન શ્રી રામના જન્મ ભુમી અયોધ્યા ખાતે ભવ્ય મંદિર બને તે હેતુથી શુભ સંકલ્પ સાથે રૂપિયા અઢી લાખનો ચેક અર્પણ કર્યો તે બદલ તેમને અને તેમના પરિવારને અભિનંદન પાઠવ્યા હતા

તેમજ સંઘ પરિવારના ગોંડલ જિલ્લાના સંઘ ચાલક ચંદુભાઈ ચોવટીયા એ જણાવેલ કે ખોડલધામ સમિતિના ધોરાજીના પ્રમુખ વિમલભાઈ કોયાણી એ પોતાના જન્મદિવસ નિમિત્તે જે વિચાર આવ્યો છે ભગવાન શ્રીરામ જન્મ સ્થળ  એ ભવ્ય મંદિર બને તે શુભ સંકલ્પો સાથે રૂપિયા બે લાખ ૫૧ હજારનો ચેક અર્પણ કર્યો છે તે શુભ સંકલ્પની સાથે અનેક લોકોને પણ પોતાના જન્મદિવસે આવા વિચારો પ્રગટ થશે તે હેતુથી હું કોયાણી પરિવારને અભિનંદન પાઠવું છું

(6:15 pm IST)