Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

સૌરાષ્ટ્ર-કચ્છમાં બફારો યથાવત

સવારે ફૂંકાતો પવન : બપોરે ગરમીનું પ્રમાણ વધુ

રાજકોટ,તા. ૧૬: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર -કચ્છમાં સર્વત્ર બફારો યથાવત છે. અને આવા વાતાવરણ વચ્ચે બપોરે ગરમીનું પ્રમાણ વધ્યુ છે.

વહેલી સવારે પવન ફુંફાઇ રહ્યો છે અને જેમ -જેમ દિવસ પસાર થાય છે. તેમ તેમ ગરમીની અસર વધે છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી) ભાવનગરઃ ગોહિલવાડમાં ગરમી વધી રહી છે. આજે ગુરૂવારે ભાવનગરમાં મહતમ તાપમાન ૪૦ ડિગ્રીને આંબી ગયું હતું. બપોરના સમયે લોકોએ કાળઝાળ ગરમીનો અનુભવ કર્યો હતો. ભાવનગર શહેરમાં આજે મહતમ તાપમાન ૪૦.૦ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૮.૪ ડિગ્રી નોંધાયુ હતું. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૨૩ ટકા રહેવા પામ્યુ હતું. જ્યારે પવનની ઝડપ ૧૮ કિ.મી. પ્રતિકલાકની રહી હતી.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વાર) જામનગર : મહતમ તાપમાન ૩૪.૫ ડિગ્રી, લઘુતમ ૨૪.૫, હવામાં ભેજ ૮૪ ટકા પવનની ઝડપ ૮.૪ કિ.મી. રહી હતી.

(1:09 pm IST)