Gujarati News

Gujarati News

News of Sunday, 16th May 2021

મોરબી કોરોના આજે 45 નવા કેસની સામે 75 સાજા થયા, ફાયર વિભાગે 4 મૃતકોની અંતિમવિધિ કરી

મોરબી જિલ્લામાં આજે 45 નવા કેસ જાહેર :જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 6256 કેસમાંથી 5202 સાજા થયા, જ્યારે સરકારી આંકડા મુજબ કુલ 341ના મોત, એક્ટિવ કેસ ઘટીને 713

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાની સ્થિતિ હળવી થયા બાદ સરકારી તંત્રએ વાસ્તવિક આંકડા નજીક કેસ દર્શાવવાનું શરૂ કર્યું હોય તેમ 15 મેં, શનિવારે સરકારી તંત્રએ જાહેર કરેલ વિગત મુજબ આરોગ્ય વિભાગ દ્વારા કુલ 1112 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 45 વ્યક્તિના રિપોર્ટ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે.
જ્યારે તંત્રએ આજે એક પણ કોવિડ ડેથ જાહેર કર્યું નથી.
જ્યારે મૃતકોની કોરોના ગાઈડલાઈન મુજબ અંતિમવિધિ કરતી મોરબીની ફાયર વિભાગની ટીમ દ્વારા આજે 04 મૃતકોની અંતિમવિધિ કરવામાં આવી હતી.

સરકારી વિભાગે જાહેર કરેલા આજના નવા પોઝિટિવ કેસ

મોરબી સીટી : 11

મોરબી ગ્રામ્ય : 20
વાંકાનેર સીટી : 00
વાંકાનેર ગ્રામ્ય : 01
હળવદ સીટી : 01
હળવદ ગ્રામ્ય : 01
ટંકારા સીટી : 00
ટંકારા ગ્રામ્ય : 10
માળીયા સીટી : 00
માળીયા ગ્રામ્ય : 01
આજના જિલ્લાના કુલ નવા કેસ : 45
આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત
મોરબી તાલુકામાં : 49
વાંકાનેર તાલુકામાં : 02
હળવદ તાલુકામાં : 10
ટંકારા તાલુકામાં : 08
માળીયા તાલુકામાં : 06
આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 75
આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત
કુલ એક્ટિવ કેસ : 713
કુલ ડિસ્ચાર્જ કેસ : 5202
મૃત્યુઆંક : 85 (કોરોનાના કારણે) 256 (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ : 341
કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 6256
અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા : 279498

(9:48 pm IST)
  • Lockdownનો ભંગ કરનાર ભાજપના ત્રણ ધારાસભ્યોની ધરપકડ: હવે મમતા દા કાઢે છે પશ્ચિમ બંગાળમાં lockdown નું ઉલ્લંઘન કરવા સબબ ભારતીય જનતા પક્ષના ત્રણ ધારાસભ્યોની ધરપકડ કરવામાં આવી છે. access_time 7:02 pm IST

  • 17 મે ના રોજ એક અદ્ભુત ખગોળીય ઘટના બનવાની છે. બુધ ગ્રહ, જે હંમેશાં સૂર્યમંડળમાં સૂર્યની નજીક હોય છે, તે 17 મેના રોજ, જો વાદળો વેરી ના બને તો નરી આંખે જોઈ શકાશે. ખગોળશાસ્ત્રીઓના મતે, આ સમય દરમિયાન, બુધ ક્ષિતિજ ઉપર આશરે 19 ડિગ્રી ઉપર દેખાશે. નોંધપાત્ર વાત એ છે કે સૂર્યની નજીક આવેલા આ ગ્રહને સૂર્યથી ખૂબ દૂર પહોંચવાના કારણે સોમવારે ટેલિસ્કોપ વિના પણ જોઇ શકાશે. access_time 11:35 pm IST

  • તાઉતે વાવાઝોડાની સુરતમાં અસર દેખાઈ : શહેરમાં વાદળછાયા વાતાવરણમાં પુરઝડપે પવન ફૂંકાયો : શહેરના રાંદેર સહિતના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા: કેટલાક વિસ્તારમાં તુફાની પવન સાથે પતરા ઉડ્યા: તુફાની પવન અને વરસાદી છાંટાને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી access_time 5:32 pm IST