Gujarati News

Gujarati News

News of Sunday, 16th May 2021

વંથલીના ગિરનાર ફાર્મ હાઉસમાં સ્વિમિંગ પુલમાં મોટી સંખ્યામાં લોકો ન્હાતા હોવાની બાતમીથી પોલીસનો દરોડો : 15 છોકરાઓ ભાગી ગયા : પાંચ બાઈક અને રીક્ષા કબ્જે

નહાવા પડેલા 15 છોકરાઓ ફરાર : વાહનો કબ્જે લઈને સંચાલકો સામે જાહેરનામાનો ગુન્હો નોંધવા તજવીજ

( વિનુ જોશી દ્વારા ) જૂનાગઢ : જિલ્લાના વંથલીના ગિરનાર ફાર્મ હાઉસમાં સ્વિમિંગ પૂલમાં સાંજના મોટી સંખ્યામાં લોકો નહાતા હોવાની વંથલી પોલીસને બાતમી મળતાં પી.એસ.આઈ. ક્ષત્રિય અને સ્ટાફે રેડ કરતા પંદર છોકરાઓ ન્હાતા હતા તે નાસી ગયા હતા અને પોલીસે સ્થળ પરથી પાંચ બાઇક અને એક રિક્ષા કબ્જે કરી સંચાલકો સામે જાહેરનામાનો ગુન્હો નોંધવા તજવીજ હાથ ધરેલ છે.

(10:14 am IST)
  • આજે રાજકોટ શહેર - જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ સ્થિર : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 372 અને ગ્રામ્યના 163 કેસ સાથે કુલ 535 નવા કોરોના ના કેસ નોંધાયા access_time 7:30 pm IST

  • ભાવનગરની સિવિલ હોસ્પિટલના ચોથા માળે શોર્ટસર્કિટના કારણે કોવિડ વોર્ડમાં આગની ઘટના : વેન્ટિલેટરમાં પણ આગ લાગતા 2 મહિલા દર્દીઓને અન્ય વોર્ડમાં ખસેડાયા access_time 11:18 pm IST

  • પાટનગર દિલ્હીમા એક અઠવાડિયા માટે લોકડાઉન લંબાવવાનો નિર્ણય: મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જાહેરાત : કોરોના સંકટ વચ્ચે દિલ્હીમાં લોકડાઉન એક અઠવાડિયા માટે વધારવામાં આવ્યું છે. હવે ર૪ મે સોમવારે સવારે પ સુધી રાજધાનીમાં લોકડાઉન ચાલુ રહેશે. આ સમય દરમિયાન નિયમોમાં કોઈ નવી છૂટછાટ નથી આપી. access_time 4:55 pm IST