Gujarati News

Gujarati News

News of Sunday, 16th May 2021

મોરબીમાં વાવાઝોડાનું ટ્રેલર : ભારે પવનમાં વૃક્ષ ધરાશયી થતા છોટાહાથી દબાયું: મહારાણા પ્રતાપ સર્કલ પાસેની ઘટના : સદભાગ્યે જાનહાની ટળી

મોરબી : મોરબીમાં વાવાઝોડા તૌકતેની અસરનું ટ્રેલર જોવા મળ્યું હતું. મહારાણા પ્રતાપ સર્કલ નજીક ભારે પવનમાં વૃક્ષ ધરાશયી થતા એક છોટા હાથી વૃક્ષ હેઠળ દબાઈ ગયું હતું.
આગામી તા.18 ના રોજ ત્રાટકનાર તૌકતે વાવાઝોડાની અસર મોરબી જિલ્લામાં આજથી જ જોવા મળી રહી છે. આજે સાંજે ફૂંકાયેલા તેજ પવનના કારણે મહારાણા પ્રતાપ સર્કલ નજીક એક વૃક્ષ ધરાશયી થઈ જતા અહીંથી પસાર થઈ રહેલ છોટા હાથી વાહન આ વૃક્ષ હેઠળ દબાઈ ગયું હતું.
જોકે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી અને સંબંધિત તંત્ર કાર્યવાહી કરે તે પૂર્વે સ્થાનિક લોકો દ્વારા વૃક્ષ હેઠળ દબાઈ ગયેલ છોટા હાથી વાહનને બહાર કાઢવા પ્રયાસો કરવામાં આવ્યા હતા.

(10:12 pm IST)