Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

મોરબી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિશ્વ યોગ દિવસ નિમિતે યોગ સપ્તાહની ઉજવણી

મોરબી :  વિશ્વ યોગ દિન જે ૨૧ જૂનના રોજ ઉજવાય છે તે અનુસંધાને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા મોરબી જીલ્લામાં જુદા જુદા સ્થળોએ યોગ સપ્તાહ દિનાંક ૧૫/૦૬/૨૦૨૧ થી ૨૧/૦૬/૨૦૨૧ સુધી ઉજવવાનું નક્કી કરેલ છે
તે મુજબ સવારે ૦૬:૦૦ થી ૦૭:૦૦ ના સમય દરમ્યાન ભાઈઓ તથા બહેનો માટે જુદા-જુદા યોગ, આસન અને પ્રાણાયામ કરાવવામાં આવે છે. મોરબી શહેરના જુદા-જુદા વિસ્તારો જેવા કે રવાપર રોડ પર ઉમા હોલ, શનાળા રોડ પર GIDC ખાતે, સ્ટેશન રોડ પર સુરજ બાગ, સામાંકાંઠે ઉમા ટાઉનશિપ ખાતે યોગ સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે. આ ઉપરાંત માળીયા (મી.), મોરબી તાલુકો, વાંકાનેર તાલુકો તથા વાંકાનેર શહેર, કુવાડવા, માટેલ, ટંકારા, પડધરી એમ દરેક જગ્યાએ યોગ સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે. આ યોગ સપ્તાહ દરમ્યાન વધુમાં વધુ સંખ્યામાં ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહે અને સ્વસ્થતા પ્રાપ્ત કરે તેવો અનુરોધ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબી જિલ્લા દ્વારા કરવામાં આવે છે.

(9:41 pm IST)