Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

ટંકારાના હીરાપર ગામે ઝેરી દવા પી લેતા યુવતીનું સારવારમાં મોત

વાડીમાં સમયસર પાણી પાવા ના જતા પિતાએ ઠપકો આપતા બોલાચાલી બાદ ઝેરી દવા ગટગટાવી

ટંકારા તાલુકાના હીરાપર ગામે ઝેરી દવા પી લેતા યુવતીને સારવાર માટે ખસેડવામાં આવી હોય જ્યાં સારવાર દરમિયાન યુવતીનું મોત થયું છે

  બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ટંકારાના હીરાપર ગામની ગીતાબેન પ્રવીણભાઈ સારેસા (ઉ.વ.૨૦) નામની યુવતી ગત તા. ૧૩ ના રોજ ઝેરી દવા પી લેતા સારવાર માટે ખસેડાઈ હતી જ્યાં યુવતીનું મોત થયું છે

  બનાવ અંગે પોલીસમાંથી મળતી વિગતો મુજબ મૃતક ગીતાબેન સારેસાના પિતાએ માતા શાંતાબેનને વાડીમાં જારનું વાવેતર કરેલ હોય જ્યાં સમયસર પાણી પાવા ન જતા ઠપકો આપતા હોય જેથી ગીતાબેન અને પિતા વચ્ચે બોલાચાલી થતા લાગી આવતા ઝેરી દવા પી લીધી હોવાનું ખુલ્યું છે ટંકારા પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

(9:48 pm IST)