Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

મોરબીના ટાઈલ્સના વેપારી સાથે છેતરપીંડી કરનાર બે શખ્સો ઝડપાયા

સુરતના શખ્શો દ્વારા ટાઈલ્સના બોક્સ મંગાવી બિલના રૂપિયા નહીં આપી છેતરપીંડી કરી : તાલુકા પોલીસે આરોપીને ઝડપી પાડ્યા

મોરબીના બેલા રોડ ઉપર આવેલ સિરામિક કારખાનાના માલિક અને સ્ટાફને વિશ્વાસમાં લઈને સુરતના શખ્સો દ્વારા ટાઇલ્સના બોક્ષ મંગાવવામાં આવ્યા હતા જેના બિલના રૂપિયા લાખો રૂપિયા ન આપી કારખાનેદાર સાથે છેતરપીંડી કરી હોવાની ફરિયાદ નોધાઇ હતી જે મામલે મોરબી તાલુકા પોલીસે તપાસ કરીને આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ આલાપ રોડમાં સત્તાધાર-૨ સોસાયટીમાં શિલ્પ પેલેસમાં રહેતા પારસભાઇ જયસુખભાઇ ગોધાણી જાતે પટેલ (ઉ.૨૪)એ હાલમાં નિલેશભાઇ સાવલીયા રહે. સુરત (મો.નં.૯૦૩૩૬૯૩૦૫૦) વાળાની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતુ કે બેલા ગામની સીમમાં લીઝા ટાઇલ્સ નામનું સિરામિકનું કારખાનું આવેલ છે ત્યારે આરોપીએ કોઈપણ રીતે ફરિયાદી અને તેના કારખાનાની માહિતી મેળવીને તેના લીઝા ટાઇલ્સ નામના સિરામીકના કારખાનામાથી ટાઇલ્સનો વેપાર ધંધો કરતા હોય આરોપીએ કારખાનેદાર અને તેના સ્ટાફને વિશ્વાસમાં લઈને તેઓની પાસેથી ટાઇલ્સના ૧૫૪૨ બોક્ષ લીધા હતા જેના બિલના રૂપિયા ૧,૭૪,૨૦૧ નહિ આપીને કારખાનેદાર સાથે વિશ્વાસઘાત કરી હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોંધાઈ હતી.જે મામલે મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરવામાં આવતા આરોપી નિલેશભાઇ પ્રવિણભાઇ સાવલીયા રહે એ -૪૦૨ , રેસીડેન્શી, પાલક પાટીયાની બાજુમાં , કામરેજ રોડ , સુરત અને જગદીશભાઇ શંભુભાઇ જોગાણી રહે . એ -૫૦૩ , સૌરાષ્ટ્ર રેસીડેન્શી , પાસોદરા રોડ , કામરેજ , સુરત વાળાની ધરપકડ કરી હોવાની માહિતી મળી છે

(9:52 pm IST)