Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

કચ્છથી મહેસાણા લઇ જતા ૨૧ લાખના સોયાબીન તેલની ચોરી કરી ટેન્કર ડ્રાઇવરે રચ્યો એકિસડન્ટ ડ્રામા

અકસ્માત સ્થળે ૨૪ મેટ્રિક ટનને બદલે નજીવું તેલ દેખાતા પોલ ખુલ્લી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૬ :  અંજારથી મહેસાણા સોયાબીન ભરીને લઈ જતું ટેન્કર ગાગોદર (રાપર) પાસે પલ્ટી ગયા બાદ આ પ્રકરણમાં ટેન્કર ડ્રાઈવરે ચોરી કરી એકિસડન્ટનો ડ્રામા રચ્યો હોવાનું ખૂલ્યું છે.  અંજારની ઓઝોન પ્રોકોન પ્રા.લી.માંથી રૂ. ૨૧.૬૦ લાખની કિંમતનું ૨૪.૩૦ મેટ્રિક ટન પેટ્રોલ ભરીને ડ્રાઈવર મનીષ અમૃત પટેલ (પીપળ, ચાણસ્મા) નીકળ્યો હતો.  ટેન્કર ડ્રાઈવર મનીષે રાપરના ગાગોદર પાસે ટેન્કર પલ્ટી ખાઇ ગયું હોવાનું જણાવી તેલ બધું ઢોળાઇ ગયું હોવાનું કહ્યું હતું. પણ, સ્થળ પર તપાસમાં તેલ ઓછું ઢોળાયું હોય એવું દેખાયા બાદ પોલીસ ફરિયાદ કરાતાં ચોરી કર્યા બાદ પલ્ટી ખવડાવી ટેન્કરના એકિસડન્ટનો ડ્રામા ખૂલતાં તે અંગે પોલીસ ફરિયાદ કરાઈ છે.

(11:29 am IST)