Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

કોળી સમાજને સરકારમાં યોગ્ય પ્રતિનિધિત્વ મળે તે માટે સોમનાથમાં કોળી સમાજના આગેવાનોની બેઠક મળશે

(દેવાભાઇ રાઠોડ દ્વારા) પ્રભાસપાટણ તા. ૧૬ : સમગ્ર ગુજરાતમાં અન્ય જ્ઞાતિઓમાં કોળી સમાજની વસ્તી સૌથી વધારે ર૩ ટકા છે. જેમાં સૌરાષ્ટ્રમાં કોળી જ્ઞાતિમાં તળપદા કોળી, ઘેડિયા કોળી, સુચાળીયા કોળી, દક્ષિણ ગુજરાતમાં કોળી પટેલ, ઉતતર ગુજરાતમાં ઠાકોર કોળી, મધ્ય ગુજરાતમાં ક્ષત્રીય કોળી, બારૈયા કોળી, કચ્છમાં કોઢ કોળી સહિત જુદા-જુદા વિસ્તારોમાં જુદા-જુદા નામે કોળી સમાજ ઓળખાય છે.

કોળી સમાજની સૌથી મોટી વસ્તી હોવા છતા રાજકીય પાર્ટીઓમાં ટીકીટથી મંત્રી મંડળ મહત્વના સ્થાન મળતા નથી જયારે અન્ય સમાજ તેના મતભેદો ભૂલીને એક થઇ રહ્યા હોય ત્યારે કોળી સમાજે પણ રાજકીય હક્ક માંગવાનો સમય પાકી ગયો છે.ભૂતકાળમાં કોળી સમાજના રાજકીય જે  દબદબો હતો અને ભૂતકાળ ભવ્ય હતા અને વર્તમાન નબળો છે. દરેક રાજકીય પાર્ટીઓ સાંસદ ધારાસભ્યો કે પંચાયતોની કે પાલીકામાં કોળી સમાજની જયા અન્ય સમાજોની સરખામણીમાં વસ્તી વધારે હોય ત્યાજ ટીકીટો આપે છે. જયારે અન્ય જ્ઞાતિઓને ટીકીટોમાં આપો નિયમ લાગુ પડતો નથી સત્તાધારી પાર્ટીમાં પણ મંત્રી મંડળ હોય કે સંગઠનમાં કોળી સમાજને મહત્વના સ્થાન મળતા નથી તો કોળી સમાજના તમામ આગેવાનો અનેયુવાનો આ લડતમાં સમાજના બેનર નિચે સમાજને એક કરવા નિકળી પડે તેવું સમાજ વતી અખિલ ભારતીય કોળી સમાજ ન્યુ દિલ્હીના રાષ્ટ્રીય મંત્રી અને પૂર્વ ધારાસભ્ય જેઠાભાઇ જોરાએ આહવાન કરેલ છે.

આ માટે કાર્યક્રમનું આયોજન કરવા સોમનાથના સાનિધ્યથી શરૂઆત કરવામાં આવશે પ્રથમ પ્રાંચી મુકામે કોળી સમાજની વાડી અને બીજી મીટીંગ ગાંધીનગર કોળી સમાજ ભવન ખાતે આયોજન કરવાનું નકકી કરવામાં આવેલ છે. આ આયોજન વ્યવસ્થિત કરી શકશે તો આવતા દિવસોમાં ગુજરાતમાં કોળી સમાજનો મુખ્યમંત્રી બની શકે જે સમગ્ર કોળી સમાજના હિત માટે અને આવનારી પેઢી અને યુવાનોના હિતમાં છે.

(11:36 am IST)