Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

ભાવનગરમાં કૂટણખાનુઃ એક મહિલા સહિત પાંચ ઝડપાઇ ગયા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૧૬: ભાવનગરમાં પોલીસે એક મહિલા સહિત પાંચ શખ્સોને ઝડપી લઇ કુટણખાનું ઝડપી લીધુ હતું.પૂર્વ બાતમીને આધારે ડી ડીવીઝન પોલીસનાં સ્ટાફે શહેરના કુંભારવાડા વિસ્તારમાં નારી રોડ રોડ પર મકાનનાં ચાલતા કુટણખાનામાં દરોડો પાડી એક મહિલા સહિત પાંચને ઝડપી લીધા હતા. ઇમરાન એહમદભાઇ મકવાણા નામનો શખ્સ તેના ભાઇનાં મકાનમાં આ કુટણખાનુ ચલાવતો હતો. જયારે ઇલાબા વિક્રમસિંહ જાડેજા (રહે.કાળીયાબીડ) કમિશન પર યુવતીઓ લાવતી હતી. જયારે ગ્રાહક તરીકે આવેલા ભગત શિવસિંહ દસાણા (રહે. એરપોર્ટ રોડ) રણજીત હરિસિંહ પરમાર (રહે. કાળીયાબીડ) દિપક જેન્તીભાઇ કંટારીયા સહિત પાંચેયની ધરપકડ કરી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(11:39 am IST)