Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

અહિં ૧૦૮ દીપડાઓને સમાવી શકાય એટલી ક્ષમતા છે

જામનગરમાં ૧૪ એકરમાં ફેલાયેલા રિલાયન્સનાં રેસ્કયુ સેન્ટરને હિમાચલ-ઉતરાખંડથી મળશે કેટલાક દીપડાઓ

આસામથી બે બ્લેક દીપડા-ચિત્તાની જોડી પ્રાપ્ત થઇ છેઃ હાલ ૭૧ દીપડા (૬ બચ્ચા) છે

અમદાવાદ તા. ૧૬: ગુજરાત પોતાના એશિયન સિંહો માટે વિશ્વભર વિખ્યાત છે પણ હવે તે જામનગરના રેસ્કયુ સેન્ટર ખાતે આસામથી મળેલ દીપડા પછી હવે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડથી પણ ચિત્તાઓ મેળવશે.

રાજયના અધિકારીઓએ કહ્યું કે ઉત્તરાખંડે પહેલા તબક્કામાં છ દીપડાઓ મોકલવાનું નક્કી કર્યું છે, જો કે જામનગરના રેસ્કયુ સેન્ટરને સેન્ટ્રલ ઝુ ઓથોરીટી ઓફ ઇન્ડીયા તરફથી આ નિર્ણય અંગે જાણ નથી કરાઇ. ''ધ ગ્રીન્સ ઝુલોજીકલ રેસ્કયુ એન્ડ રીહેબીવીટેશન કિંગ્ડમ રિલાયન્સની માલિકીનું છે. એવું કહેવાય છે કે દીપડાઓની વ્યવસ્થા કરનાર આ પહેલું પબ્લીક-પ્રાઇવેટ પાર્ટનરશીપ (પીપીપી) વાળું સેન્ટર છે.

રિલાયન્સના કોર્પોરેટ અફેર્સ ડાયરેકટર પરિમલ નથવાણીએ કહ્યું કે, આ સેન્ટરમાં અત્યારે ૭૧ દીપડા છે જેમાં આસામથી મોકલાયેલ ર કાળા દીપડા-ચિત્તા સામેલ છે. અમે ૧૪ એકરમાં ફેલાયેલ આ સેન્ટરમાં ૧૦૮ દીપડા-ચિત્તાઓને સમાવી શકીએ તેમ છીએ. આ સેન્ટરમાં ડોકટરો, કેરટેકર્સ અને લેબોરેટરીની સુવિધા પણ છે.

(11:39 am IST)