Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

રાજકોટથી ગુમ થયેલ યુવાન જૂનાગઢથી મળી આવ્યો

ઉછીના પૈસાની ઉઘરાણી કરતા ટેન્શનામં ઘરેથી નિકળી ગયેલ અને યાદશકિત ગુમાવી દીધેલ

જૂનાગઢ,તા. ૧૬: રેન્જના ડીઆઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા હાલમાં કોરોના વાયરસ ના સંક્રમણના સમયમાં પ્રજાની હાલત કફોડી થઈ છે , ત્યારે લોકોને મદદ કરી, સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને 'પોલીસ પ્રજાનો મિત્ર છે' એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે.

ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાની કચેરી ખાતે કમાન્ડો વરજાંગભાઈ પાસે એક ૧૮ થી ૨૨ વર્ષીય યુવક આવેલ અને પોતે પોતાનું નામ પણ ભૂલી ગયેલાનું જણાવતા, પૂછપરછ કરતા, પોતાને કોઈ વસ્તુ યાદ ના હોઈ, કયાનો છે, કયા રહે છે, કયાં ભણે છે, કઈ રીતે અહીંયા જંગલમાં પહોંચ્યો, ત્યાંથી જૂનાગઢમાં આવ્યો, વિગેરે સવાલો કરતા, કોઈ યાદ નહીં હોવાનું જણાવેલ. તેને સાંત્વના આપી, સતત એકાદ કલાક સુધી રીડર પીએસઆઇ આર.કે.સાનિયા, એ.એસ.આઇ.. કમલેશભાઈ, શૈલેષભાઇ, હેડ કોન્સ. મયુરભાઈ, પો.કોન્સ દેવેન્દ્રસિંહ,રાહુલભાઈ, ડ્રાઈવર પાલાભાઇ, સહિતની ટીમ દ્વારા મહેનત કરતા, પોતે ૧૨ કોમર્સ સુધી ભણેલ હોવાની, પોતાની સાથે મિત્ર ધવલ વેકરિયા ભણતો હોવાની તેમજ પોતે વિવો મોબાઇલ કંપનીમાં નોકરી કરતો હોવાની હકીકત જણાવતા, વોટ્સએપ ગ્રુપમાં યુવાનના ફોટા સાથે વિગતો મૂકી, તમામને તપાસ કરી, માહિતી આપવા જણાવવામાં આવતા, ભાજપ મીડિયા સેલના અપૂર્વ મહેતા દ્વારા ફોટોગ્રાફ વાળા પ્રેસ કટિંગ સાથે એક યુવાન તેના જેવો લાગતો હોવાની વિગત મોકલતા, યુવાન દ્વારા એ પોતાનો ફોટો હોવાનું જણાવતા, આ બાબતે રાજકોટ શહેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુમ અરજી હોઈ, પો.ઇન્સ. જે.વી. ધોળા, હે.કો. દિનેશભાઇ, પોકો દિવ્યરાજસિંહ સાથે સંકલન કરી, યુવાનના પિતા લાલજીભાઈ તથા મામા નિલેશભાઈ સોરઠીયા સાથે સંકલન કરી, તેઓને બોલાવી, યુવાનને હેમખેમ સોંપવામાં આવેલ હતો.

જૂનાગઢ પોલીસ દ્વારા યુવાન દ્વારા કોઈ પાસેથી ઉછીના રૂપિયા લીધેલ હતા અને ઉદ્યરાણીના કારણે ટેંશનમાં આવી જતા દ્યરેથી નીકળી, યાદદાસ્ત ગુમાવ્યાનુ પ્રાથમિક તપાસમાં જણાઈ આવેલ છે, તેના કુટુંબીજનોને યુવાનની સારવાર કરાવવા અને હવેથી યુવાનનું ધ્યાન રાખવા સલાહ આપી, સાંત્વના આપી હતી.

હાલના સમયમાં સોશિયલ મીડિયાના દુરૂપયોગના દ્યણા કિસ્સા બહાર આવે છે, ત્યારે જૂનાગઢ પોલીસ દ્વારા સોશિયલ મીડિયાનો પોઝીટીવ ઉપયોગ કરી, મળી આવેલ અજાણ્યા યુવાનના કુટુંબીજનોને શોધી કાઢી, તેઓને સોંપવામાં આવેલ હોઈ, સોશિયલ મીડિયાના સદ્ ઉપયોગનો આ કિસ્સો જૂનાગઢ શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બનેલ છે.

જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ટી દ્વારા પણ પ્રજા સાથે સવેદના પૂર્ણ કાર્યવાહી કરવાના ભાગરૂપે જૂનાગઢ પોલીસ દ્વારા મળી આવેલ યુવાનને સોશિયલ મીડિયા/વોટ્સએપ નો સદઉપયોગ કરી, યુવાનના માતાપિતાને શોધી, સુરક્ષા સાથે સેવાનું ઉત્ત્।રદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને ફરીવાર સાર્થક કરનાર પોલીસ ટીમને અભિનંદન આપવામાં આવેલ.

(11:41 am IST)