Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

જૂનાગઢ સત્યમ સેવા યુવક મંડળ દ્વારા સેવાકાર્યો

જૂનાગઢ : સત્યમ સેવા યુવક મંડળએ ચાર દાયકાની સફર કરી છે. સંસ્થા દ્વારા પ્રસુતા બહેનોને શુધ્ધ ઘી નો શીરો ૯૦,૦૦૦ કિલો વિતરણ કરેલ. ૭,૫૬,૪૨૮ દર્દીઓને અને તેમના સગાઓને ભોજન કરાવેલ, ૨,૩૫,૧૦૦ દર્દીઓને ગાયના દુધનું વિતરણ ૫,૫૬,૦૦૦ બિસ્કીટ વિતરણ, ૩૦૦૦૦ કિલો ફળોનું વિતરણ, ૨,૨૫,૦૦૦ થી વધુ વૃધ્ધો ભીક્ષુકો તેમજ જરૂરિયાતમંદોને મીઠાઇ ફરસાણ તથા રાશન કિટનું  વિતરણ કરેલ છે. કોરોના મહામારી લોકડાઉનના સમયે જરૂરિયાતમંદ લોકોને ૬૫૦૦ લોકોને ૧૫ દિવસ ચાલે તેટલુ રાશનકિટ ભીમબાપુ તથા જીલ્લા કાનુની સેવા સતામંડળ તેમજ દાતાઓના સહકારથી અપાઇ હતી. ૨૦૦૦૦ થી પણ વધુ લોકોને ઉકાળાનું અને ૩૦૦૦૦થી વધુ લોકોને માસ્કનું વિતરણ કર્યુ હતુ. અત્યાર સુધીમાં દસ લાખથી વધુની જરૂરિયાતમંદોને દવાઓ આપી છે. ૬૦૦ થી વધુ લોકોને આંખના ઓપરેશન કરાવ્યા છે. વધુ વિગત માટે સંસ્થાના પ્રમુખ મનસુખભાઇ વાજા મો. ૯૯૨૫૧ ૪૨૦૮૮ તથા સંસ્થાના ઉપપ્રમુખ અરવિંદભાઇ મારડીયા મો. ૯૯૨૫૫ ૧૧૯૪૩ ઉપર સંપર્ક કરવો. સત્યમ સેવા યુવક મંડળની સરકાર તથા ૧૫૦ થી વધુ સંસ્થાઓ દ્વારા સન્માનીત કરી છે. ભારત સરકાર દ્વારા શ્રેષ્ઠ સેવાકીય પ્રવૃતિ બદલ રૂ.૧૧૦૦૦ તથા સન્માનપત્ર દ્વારા સન્માન પુર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલનું  મોમેન્ટો તથા શાલ ઓઢાડી સન્માન, ઉપરાંત સરકાર તથા જીલ્લાની સંસ્થાઓ દ્વારા સન્માન કરાયુ હતુ. સત્યમ સેવા યુવક મંડળની સેવાકીય પ્રવૃતિને વટવૃક્ષ બનાવવા માટે જેનુ યોગદાન છે તેવા કાર્યકરો તથા દાતાઓ મનસુખભાઇ વાજા, અરવિંદભાઇ મારડીયા, દેવીદાસભાઇ નેનસાણી, શાંતાબેન બી.બેસ, ઠાકરશીભાઇ વાઘેલા, કમલેશભાઇ પી. પંડયા, મનીષભાઇ એમ.લોઢીયા, અલ્પેશભાઇ એચ.પરમાર, કે.એસ.પરમાર, ભીખુભાઇ ભારદ્વાજ, વિ.એમ.ચૌહાણ, જીવનભાઇ પાણખાણીયા, મનહરસિંહ ઝાલા, જેઠાભાઇ લાખાણી, અનિલભાઇ જોશી, બચુભાઇ વાણીયા, મહેન્દ્રભાઇ વાઘેલા, મનોજભાઇ રાજા, રાજુભાઇ દોશી, વિપુલભાઇ પોબારી, રેવતુભાઇ જાડેજા, કિશોરભાઇ ચોટલીયા, મુળુભાઇ જોગલ, અનિલભાઇ ટીલવાણી, પ્રવિણભાઇ એસ.જોશી, મનોજભાઇ સાવલીયા, કમલેશ ટાંક, જેઓના સહયોગ અને અમુલ્ય સેવાના સ્વરૂપે આ સંસ્થા એક નાના છોડમાંથી વિશાળ વટવૃક્ષ બની છે તેવા અમારા વડીલો અને ઘનિષ્ઠ કાર્યકર દાતા અમૃતલાલ કારીયા, ચુનીભાઇ લોઢીયા, ગો.વા.મોહનભાઇ ગોહેલ, વિનુભાઇ રૂપારેલીયા, હરિભાઇ ભીંડોરા, પોપટભાઇ સંચાણીયા, મથુરભાઇ નરસાણા, ગૌ.વા.અમુભાઇ વૈઠા, ગૌ.વા.તુલસીભાઇ વૈઠા, ગો.વા.રસીકભાઇ જાની, ગો.વા.ધીરેનભાઇ હીરાણી, ગો.વા.ઇશ્વરભાઇ જોશી, ગૌ.વા.જીતુભાઇ લોઢીયા, ગૌ.વા.જેન્તીભાઇ વાજા, ગૌ.વા. મગનભાઇ ગોળવાળા, ગૌ.વા..ગોપાલભાઇ તન્ના, ગૌ.વા.એસ.ડી.બસરાણી, ગૌ.વા.કાનજીભાઇ ચૌહાણ (લંડન) તથા કે.બી.સંઘવી, રમણીકભાઇ રાણીંગા (લંડનવાળા) જગદીશભાઇ કકકડ,  બટુકબાપુ, વિરમભાઇ ભાટુ, નટુભાઇ ચોકસી, હરસુખભાઇ વઘાસીયા, વજુભાઇ ધકાણ, દામજીભાઇ પરમાર, સુશીલાબેન શાહ, પરાગભાઇ કોઠારી, પી.બી. ઉનડકટ, યાકુબભાઇ મેમણ, હુશેનભાઇ હાલા, રમેશભાઇ શેઠ,  રાજેશભાઇ લાલચેતા, વસંતભાઇ રાજા, સી.જે.ડાંગર, નાગભાઇ વાળા, અજીતભાઇ ગોધવાણી, કુંદનબેન રાજાણી,  ગીતાબેન મહેતા, ચેતનાબેન મીશ્રાણી, વિજયભાઇ પંડયા, પ્રજ્ઞેશભાઇ વાજા સહિતના સેવા આપે છે.(અહેવાલ : વિનુ જોશી, તસ્વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ)

(11:42 am IST)