Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

ગઢડાસ્વામીનાં આચાર્ય પક્ષના સાધુઓના તડીપાર હુકમ સામે હાઇકોર્ટનો સ્ટે

(વૃજલાલ મોદી દ્વારા)ગઢડા (સ્વામિના),તા.૧૬ઉ ગઢડા (સ્વામિના) ગોપીનાથજી દેવ મંદિરના આચાર્ય પક્ષ ના ૨ સાધુઓને તડીપાર કરવાના હુકમનો મુદ્દો હાઈકોર્ટમાં પડકારતા આ તડીપાર હુકમને હાઈકોર્ટે સ્ટે કરતા આચાર્ય પક્ષના સમર્થકોમાં આનંદની લહેર ઉઠવા પામેલ છે.આ અંગે વધારે જાણવા મળતી વિગત અનુસાર સ્વામિનારાયણ સંપ્રદાયના મહત્વપૂર્ણ સ્થાન અને વડતાલ તાબાના ગોપીનાથજી દેવ મંદિરમાં દેવપક્ષ અને આચાર્ય પક્ષના વિવાદમાં સરકારી તંત્ર દ્વારા આચાર્ય પક્ષ સામે ષડયંત્રો રચી સત્ત્।ા નો દુરૂપયોગ કરી પરેશાન કરવામાં આવતા હોવાનાં આક્ષેપો ઘણા સમયથી ઉઠી રહ્યા છે. તેમજ આ આક્ષેપોને પૂરવાર કરવા માટે પૂરતાં સક્ષમ કેટલાક સી.સી.ટી.વી. ફૂટેજ પણ અગાઉ જાહેર વાયરલ થતાં ભારે ચકચાર સાથે જવાબદાર અધિકારીઓને પગે રેલો ઉતરી ગયો હતો. પરંતુ હાર્યો જુગારી બમણું રમે તેવી રીતે નિંભર તંત્રએ હજુ પણ પોતાની ભૂમિકા કાચી રહી ગઈ હોય તેમ આચાર્ય પક્ષ ના ૨ સાધુઓ પૂર્વ કોઠારી શાસ્ત્રી દ્યનશ્યામવલલભદાસજી તથા પૂર્વ બોર્ડ સલાહકાર એસ.પી. સ્વામી સામે કેટલાક પોલીસ કેસ બાબતે તહોમતનામું દ્યડી તડીપાર માટે નોટીસ ઇસ્યુ કરી મુદતના અંતે બન્ને સાધુઓને ૨ વર્ષ માટે અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી અને રાજકોટ એમ ૬ જીલ્લામાંથી તડીપાર કરવાનો હુકમ સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ બોટાદ તરફથી કરી નાખવામાં આવતા સ્થાનિક પોલિસ દ્વારા આ હુકમની બજવણી કરવામાં આવેલ. જેના પગલે ભારે ચકચાર તથા રોષ ની લાગણી સાથે દ્યેરા પ્રત્યાદ્યાતો પડયા હતા. તેમજ આ હુકમ સામે જુદા જુદા સમાજ તથા નગરપાલિકા અને વેપારી મંડળ સહિત અસંખ્ય લોકોએ વિરોધ દર્શાવી આવેદનપત્ર પાઠવી સમાજ ઉપયોગી સાધુઓ સામેના ખોટા આરોપ પરત ખેંચવા માંગણી કરવામાં આવી હતી. પરંતુ સમગ્ર પ્રકરણે સાધુઓ તરફથી ન્યાયના હિત માટે નામદાર હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી. આ પિટિશન બાદ આજરોજ સિંગલ જજ પરેશ ઉપાધ્યાય સાહેબ ની બેચમાં આ તડીપાર હુકમને સ્ટે કરતો હુકમ કરવામાં આવ્યો હતો અને આ કામમાં જોડાયેલા ડી.વાય.એસ.પી. રાજદીપસિંહ નકુમ અને સબડિવિઝનલ મેજીસ્ટ્રેટ તથા ગઢડા પી.એસ.આઈ. ને નોટીસ પાઠવી આગામી ૨૨ તારિખે વધારે કોર્ટ કાર્યવાહી યોજવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ તડીપાર હુકમ સ્ટે થવાથી આચાર્ય પક્ષ ના સમર્થકોમાં આનંદની લહેર ઉઠવા પામી હતી. તેમજ બંને સંતો આજરોજ તા.૧૬ જુન ના રોજ ગઢડા મંદિરે દર્શન કરવા આવનાર હોવાનું તેમજ આ દરમિયાન શહેરના અનેકવિધ સંગઠનો તથા લોકો દ્વારા નગરપાલિકા પાસે જાહેરમાં સંતો નો સન્માન કાર્યક્રમ યોજી માનભેર ગઢડા આગમનને આવકારવા આયોજન હાથ ધરવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે.

(11:44 am IST)