Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

BKNM યુનિવર્સિટી પાસે હજી સુધી પરિક્ષાનું કોઇ આયોજન જ નથી :અભાવિપ

જૂનાગઢ,તા.૧૬: કોરોના મહામારીમાં પ્રદેશની શિક્ષણ વ્યવસ્થા અસ્ત-વ્યસ્ત થઈ ગઈ છે. એમાં સૌથી વધુ નુકશાન વિદ્યાર્થીઓને થયું છે. આ સ્થિતિમાં જેમ તેમ ઓનલાઈન અભ્યાસ કરી મેરીટ બેઝડ પ્રોગ્રેશનથી પાસ થનારા વિદ્યાર્થીઓને બહાર પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટ કે જોબ સેકટર તેમને સ્વીકારશે કે નહીં તે મોટો પ્રશ્ન એ વિદ્યાર્થીઓને મૂંઝવણમાં મૂકી દીધા છે.

ABVP ના કાર્યકર્તાઓ યુનિ. ની પરીક્ષાના આયોજન બાબતે કુલપતિની આવેદન આપવા ગયા ત્યારે જાણ થઈ કે BKNM યુનિવર્સિટી પાસે પરીક્ષાનું કોઈ આયોજન જ નથી. સંક્રમણ ઘટતા પ્રદેશની દરેક યુનિ. એ UG અંતિમ વર્ષ અને PG ની પરીક્ષાઓ આયોજિત કરી દીધી છે. પરંતું ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી પાસે હજી સુધી પરીક્ષા કેવી રીતે લેશે ? તેનું કોઈ આયોજન જ નિશ્યિત નથી. યુનિ. પ્રસાશને વિદ્યાર્થીઓનું ભવિષ્ય જાણે રામભરોસે મૂકી દીધું હોય, તેમ બીજી યુનિ.ઓ કેવી રીતે પરીક્ષા લઇ રહી છે ? તેની રાહ જોઈ રહી છે. યુનિ.નાં કુલપતિ પાસે પોતાનું કોઈ આયોજન જ નથી. અન્ય યુનિવર્સિટીનું આંધળુ અનુકરણ કરી નિર્ણય લેવાના ઇરાદે પરીક્ષા બાબતે કોઈ નિર્ણય નથી લઈ રહ્યા ! ઉપરાંત આ બાબતે યુનિ.ની પરીક્ષા સમિતિ પણ એકમત નથી ! સમગ્ર ગીર ક્ષેત્ર વાવાઝોડાંના કારણે વીજળી વિહોણું છે તેથી ઓનલાઈન પરીક્ષા શકય નથી, બીજી તરફ સરકારે ઓફલાઇન પરીક્ષાની મનાઈ કરેલ છે. આ સ્થિતિમાં શિક્ષણનાં ખાનગીકરણની પ્રવૃત્ત્િ।-કામગીરીમાં વ્યસ્ત સરકારનાં શિક્ષણ વિભાગનાં અધિકારીઓ સાથે પણ પરીક્ષા બાબતે BKNM યુનિ. નું કોઈ સંકલન નથી થઈ રહ્યું. વિદ્યાર્થીઓની મૂંઝવણ, ભવિષ્ય, કારકિર્દીની ચિંતા કરતા ABVP એ યુનિવર્સિટી પ્રસાશનને ત્વરિત પરીક્ષા બાબતે નિર્ણય લઈ આયોજન જાહેર કરવા માંગ કરી છે. જો ABVP ની માંગ નહીં સંતોષાય તો આગામી સમયમા ABVP ઉગ્ર આંદોલન કરશે જેની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી પ્રસાશનની રહેશે.

(1:13 pm IST)