Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

છ મહીનાના તળીયેઃ મ્યુકોરના કેસ બે વધ્યા દ્વારકા જીલ્લામાં કોરોના દશે પહોંચ્યોઃ સાત ડીસ્ચાર્જ

ખંભાળીયા, તા., ૧૬: દેવભુમી દ્વારકા જીલ્લામાં કોરોના પોઝીટીવ કેસમાં છ માસમાં સૌથી ઓછામાં ઓછા કોરોનાના ૧૦ કેસ ગઇકાલે નોંધાયા છે. ગઇકાલે માત્ર ૧૦ જ કેસ હતા જે અગાઉ વધીને ૯૦ થી ઉપર પ્રતિદિન હતા. ખંભાળીયામાં ચાર, દ્વારકામાં ત્રણ, ભાણવડમાં બે તથા કલ્યાણપુરમાં એક જ કેસ નોંધાયો હતો. જયારે સાજા થતા ડિસ્ચાર્જ થનાર દર્દીઓ સાત છે. જેમાં ભાણવડમાં ચાર, દ્વારકામાં બે તથા ખંભાળીયામાં એકનો સમાવેશ થાય છે.

દેવભુમી દ્વારકા જીલ્લામાં કોરોના મંદ થવાની સામે મ્યુકોર માઇકોસીસના રોગ વધવા લાગ્યા છે. ત્રણ દિવસમાં ચાર નવા કેસ થતા ર૮નો કુલ આંક ગઇકાલે ૩રનો થયો છે. જે તમામ દર્દીઓ જામનગર હોસ્પીટલમાં છે.

(2:05 pm IST)