Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

જામનગર રાંદલનગર વિસ્તારના માથાભારે ઇસમને ચાર જિલ્લામાંથી તડીપાર કરતી જામનગર સીટી બી-ડીવીઝન પોલીસ સ્ટેશન

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૧૬ :  જામનગર જિલ્લામાં પોલીસ અધિક્ષક દીપન ભદ્રન અને મદદનીશ પોલીસ અધિક્ષક નિતેશ પાંડેની સુચનાથી જામનગર સીટી બી-ડીવી. પો.સ્ટે. વિસ્તારના રાંદલનગર, ખોડીયાર ડેરી પાસે રહેતો બળદેવસિંહ ઉર્ફે બહાદુરસિંહ ઉર્ફે લાલીયો સાહેબજી જાડેજા જાતે દરબાર (ઉ.વ.૩૦) રહે. રાંદલનગર, ખોડીયાર ડેરી સામે, જામનગર વાળો અવારનવાર રાંદલનગર તથા પટેલ કોલોની વિસ્તારમાં તકરાર તોફાન કરી પોતાની ગુનાખોરી ચાલુ રાખતા મજકુરના ક્રાઇમ રેકર્ડ પરથી પોલીસ ઇન્સ્પેકટર કે.જે. ભોયે દ્વારા ફેબ્રુઆરી-ર૦ર૧માં તેના વિરૂધ્ધ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯પ૧ ની કલમ પ૬(ખ) મુજબ જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, મોરબી, પોરબંદર, જુનાગઢ જીલ્લામાંથી તડીપારની દરખાસ્ત સબ ડીવી મેજી. જામ શહેર તરફ મોકલવામાં આવેલ હતી.

આ દરખાસ્ત કેસ સબ ડીવીઝનલ મેજી. ની કોર્ટમાં ચાલી જતા મજકુરને છ (૬) માસ માટે ચાર જીલ્લામાંથી હરપાર કરી જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા અને મોરબી જીલ્લામાંથી હદપાર કરવામાં આવેલ છે અને મજકુરને ભાવનગર જિલ્લા ખાતે મુકવા તજવીજ કરવામાં આવેલ છે.

આ કામગીરીમાં પોલીસ ઇન્સ. કે.જે. ભોયે તથા પો. સબ. ઇન્સ. વાય.બી. રાણા તથા એ.એસ.આઇ. મહેશસિંહ વાળા, પો. હેડ કોન્સ. અર્જુનસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ છે.

(2:04 pm IST)