Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

ખાંભાના મોટા બારમણની સીમમાં ભત્રીજીને ભગાડી જવાના મનદુઃખમાં હત્યા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ૧૬ :. ખાંભા તાલુકાના મોટા બારમણની સીમમાં રમેશભાઈ સામજીભાઈ સુદાણીની વાડીમાં તા. ૨-૬થી તા. ૩-૬ વચ્ચે રાત્રીથી સવારના ૮.૩૦ સુધીમાં આરોપી દિનેશ ભગવાન વાળા, ભરત મંગા ચૌહાણ રહે. મોટા બારમણ, ભીખુ સોમાત મકવાણા રહે. મોટી કાતરવાળાએ ફરીયાદી લાખાભાઈ નાનજીભાઈ બારૈયાના ભત્રીજા વિપુલ ગીગાભાઈ બારૈયાએ દિનેશભાઈ ભગવાનભાઈની ભત્રીજીને ભગાડી અપહરણ કરેલ જે મનદુઃખ રાખી લાખાભાઈ નાનજીભાઈ બારૈયાના મોટાભાઈ ગીગાભાઈ નાનજીભાઈ બારૈયાને લાકડી અને બોથડ પદાર્થ મારી મોત નિપજાવ્યુ હતુ. ગત તા. ૨૮-૫ના ગીગાભાઈનો દિકરો રવજી છોકરીને ભગાડી જતા તે બાબતે રવજી સામે ખાંભા પોલીસ મથકમાં અપહરણની ફરીયાદ થયેલ હતી. દિકરીને લાવી આપવા માટે ગીગાભાઈ ઉપર સંજયભાઈ વાળાના સગા-સંબંધીઓ દબાણ કરતા હોય, જેથી ગીગાભાઈ બે દિવસથી ઘરે આવવાના બદલે શિવલાલભાઈ સુદાણીની વાડીએ રહી મજુરી કામ કરતા હતા. તા. ૨-૬ના લાખાભાઈ નાનજીભાઈ બારૈયાએ જોયુ કે આરોપીઓ લાકડી લઈ મોટર સાયકલ ઉપર નિકળ્યા હતા અને વિપુલને શોધી પતાવી દેવાની વાત કરતા હતા અને બીજા દિવસે તા. ૩-૬ના ગીગાભાઈની લાશ પડી હતી. તેમનો હાથ ભાંગી નાખ્યો હતો અને નાકમાંથી લોહી નીકળેલ અને કપડા પણ લોહી લુહાણ હતા. આ બનાવ અંગે જે તે વખતે પોલીસમાં મરનાર ગીગાભાઈના ભાઈએ કોઈ અગમ્ય કારણોસર મોત થયાની જાહેરાત કરી હતી કારણ કે ત્યારે કોઈ ઉપર શંકા હતી નહીં અને તે સમયે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરેલ પરંતુ પોલીસ તપાસ દરમિયાન હત્યાનો ગુનો દાખલ કરવામાં આવેલ છે.

(2:14 pm IST)