Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

મોરબીમાં સંસ્થાઓના સહયોગથી થેલેસેમિયા અને ગંભીર બીમાર દર્દીઓના લાભાર્થે રક્તદાન કેમ્પ

મોરબી : મોરબીમાં લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ અને જૈન સોશ્યલ ગ્રુપ મોરબીના સહયોગથી તા. ૨૦ ને રવિવારના રોજ સ્કાય મોલ શનાળા રોડ મોરબી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે
સ્વ. કાર્તિક વિક્રમભાઈ દફતરીના સ્મરણાર્થે થેલેસેમિયા અને ગંભીર બીમાંર દર્દી માટે રક્તદાન કેમ્પ યોજાશે તા. ૨૦ ને રવિવારે સ્કાય મોલ મોરબી ખાતે સવારે ૯ થી સાંજે ૪ સુધી રક્તદાન કેમ્પ યોજાશે
રક્તદાન કેમ્પને સફળ બનાવવા વિક્રમભાઈ દફતરી, નીતિનભાઈ મહેતા, તુષારભાઈ દફતરી, વિક્રમભાઈ મહેતા, રવીન્દ્રભાઈ ભટ્ટ અને ડેનીશ દફતરી સહિતની ટીમ જહેમત ઉઠાવી રહ્યા છે

(9:01 pm IST)