Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

ધોરાજીમાં ટેકાના ભાવે ઘઉં ખરીદીમાં ખેડૂતોની હેરાનગતી

ખરીદ પ્રક્રિયા ગોકળ ગતિએ:લલીત વસોયા: બારદાન અને શ્રમિકો ની ઘટ હોવાથી મુશ્કેલી : ખેડૂતો

(કિશોરભાઈ રાઠોડ દ્વારા)ધોરાજી: ધોરાજી માર્કેટિંગ યાર્ડ ખાતે સરકાર દ્રારા ટેકાના ભાવે ઘઉં ખરીદી શરુ કરવામા આવી છે. પરંતું સરકારી સંકલન અને અન્ય ખામીઓને કારણે ઘઉં વેચવા આવેલા ખેડૂતોની મુશ્કેલી પડી રહી છે.
 ટેકાના ભાવે ઘઉં વેચવા આવેલા ખેડૂતોએ મીડિયા સમક્ષ જણાવેલ કે યાર્ડ બહાર ખેડૂતોના વાહનોની લાંબી કતારો લાગી છે. ટેકાના ભાવે ઘઉં ખરીદીમાં ક્યારેક મજૂરો પૂરતા હોતા નથી. ક્યારેક ગ્રેડર કે પછી બારદાન પૂરતા પ્રમાણમાં ન હોવાથી ખરીદીમાં વિલંબ થાય છે. બીજી તરફ ચોમાસુ માથે આવી ગયું છે ત્યારે નવા વાવેતર ની તૈયારીઓ પણ થઈ શકતી નથી.
  આ મામલે ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યુ હતુ કે ઘઉં અને ચણાની ખરીદીમાં તંત્ર ઠાગા થૈયા કરી રહ્યું છે. અને સમગ્ર ખરીદી પ્રક્રિયા ગોકળ ગતિએ ચાલતી હોવાથી ખેડૂતોને મુશ્કેલી સર્જાઈ છે. સરકારી તંત્રના સંકલન ની ખામી ગણાવી હતી.
 આ મામલે ખરીદ અઘિકારી હનીફા બેનએ મજૂરો અપૂરતા હોવાથી ખરીદ પ્રક્રિયામાં વિલંબ થતો હોવાનું કબુલ્યું હતું.

(10:07 pm IST)