Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

સવારે માંગરોળમાં ૧ાા ઇંચ : માણાવદર, વિંછીયા, કલ્યાણપુરમાં ઝાપટા

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વાદળા છવાયા : હળવો : ભારે વરસતો વરસાદ

પ્રથમ, બીજી, ત્રીજી તસ્વીરમાં માણાવદરમાં વરસેલ વરસાદ, ચોથી તસ્વીરમાં પડધરીમાં વરસેલ વરસાદ તથા પાંચમી તસ્વીરમાં ચંદ્ર વાદળા વચ્ચે તથા છઠ્ઠી તસ્વીરમાં ગોંડલમાં છવાયેલ વાદળા નજરે પડે છે. (તસ્વીર : ગિરીશ પટેલ (માણાવદર) મનમોહન બગડાઇ (પડધરી), ભાવેશ ભોજાણી (ગોંડલ).

રાજકોટ, તા. ૧પ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે-ધીમે ચોમાસુ જોર પકડતુ જાય છે અને કોઇ જગ્યાએ હળવો તો કોઇ જગ્યાએ ભારે વરસાદ વરસી જાય છે.

આજે સવારે જુનાગઢ જીલ્લાના માંગરોળમાં દોઢ ઇંચ વરસાદ પડયો છે. જયારે માણાવદર તથા જુનાગઢના ગ્રામ્ય  વિસ્તાોરમાં હળવા ભારે ઝાપટા પડયા છે.

આ ઉપરાંત છેલ્લા ર૪ કલાકમાં જામનગર જીલ્લાના કાલાવડમાં સવારે બે ઇંચ વરસાદ પડયો છે જયારે દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળીયામાં અઢી ઇંચ તથા ભાણવડમાં પોણો ઇંચ વરસાદ પડયો છે.

જયારે આજે સવારે દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર, અમરેલી જીલ્લાના વડિયા તથા ગીર સોમનાથ જીલ્લાનાં તાલાલા, કોડીનાર, ગીરગઢડામાં ઝાપટા પડયા છે.

જુનાગઢ

(વિનુ જોશી) જુનાગઢ : સવારે માંગરોળ પંથકમાં દોઢ ઇંચ વરસાદ થતા પાણી પાણી થઇ ગયું હતું.

સોરઠ, સૌરાષ્ટ્ર અને ગુજરાત સહિતનાં વિસ્તારોમાં ચોમાસાના પ્રારંભ અગાઉથી જ વરસાદ શરૂ થઇ ગયો છે.

ત્યારે આજે ચોમાસાનો પ્રારંભ થવાની સાથે જ સોરઠમાં મેઘાએ સવારે આળસ મરડી હતી.

માંગરોળ અને તેની નજીકનાં વિસ્તારોના વાતાવરણમાં સવારે ઓચિંતો પલ્ટો આવ્યો હતો અને તે સાથે મેઘો  તૂટી પડયો હતો.

માંગરોળમાં ધોધમાર વરસાદ થતાં માર્ગો પરથી નદીની મારફત પાણી વહેતા થઇ ગયા હતા.  માંગરોળમાં સવારના ૩૧ મીમી એટલે કે દોઢ ઇંચ વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઇ હતી.

માંગરોળની સાથે જુનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ સવારનાં મેઘા અને ધીમી ધારે એન્ટ્રી કરતા ૧ મીમી. પાણી પડયાનું નોંધાયું હતું. આજ પ્રમાણે માણાવદર પંથકમાં પણ મેઘાને વ્હાલ વરસાવતા ૭ મીમી વરસાદ નોંધાયો હતો. 

જુનાગઢ જિલ્લાનાં અન્ય વિસ્તારોમાં નોંધ પણ વરસાાદ નથી પરંતુ વરસાદી વાતાવરણ છે.

વિંછીયા

(પિન્ટુ શાહ દ્વારા) વિંછીયા : અહીં વિછીંયામાં સવારે ૯-૪પ વાગે સખત ગરમી અને ઉકળાટ બાદ હળવું વરસાદી ઝાપટું વરસી ગયું છે.

કેશોદ

(સંજય દેવાણી દ્વારા) કેશોદ : કેશોદમાં સવારથી સિઝનનો પ્રથમ ઝરમરીયો વરસાદ શરૂ થયેલ છે. સવારથી વાદળછાયુ વાતાવરણ જોતા ચાતક ડોળે રાહે જોઇ રહેલ ખેડૂતોમાં વધુ વરસાદ પડે તેવી આશા બંધાયેલ છે.

કાલાવડ

(કમલેશ આશરા દ્વારા) કાલાવડ : સાંજે ૧ કલાકમાં ર ઇંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત તમામ વિસ્તારમાં સતત બીજા દિવસે વરસાદ આવતા ખેડુતોએ વાવણી આરંભેલ છે. ખેડૂતો વર્ગમાં ખુશીની લહેર જોવા મળી રહેતા છે.

(11:42 am IST)