Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

ગોંડલની ગંગોત્રી સ્‍કુલની છાત્રાઓનું ભુપેન્‍દ્રભાઇ અને જીતુભાઇના હસ્‍તે સન્‍માન

ગોંડલઃ ધોરણ ૧૦ અને ૧૨ કોમર્સની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં બોર્ડ પ્રથમ સ્‍થાન પ્રાપ્ત કરનાર ગંગોત્રી સ્‍કૂલ ગોંડલની વિદ્યાર્થીનીઓને મુખ્‍યમંત્રીના હસ્‍તે એવોર્ડ અપાવી સન્‍માનિત કર્યા હતા.

ગંગોત્રી સ્‍કૂલ ગોંડલની ધોરણ ૧૦ અને ૧૨ કોમર્સની વિદ્યાર્થીનીઓએ બોર્ડની પરીક્ષામાં ધો.૧૦માં રૈયાણી મહેક ૯૯.૯૯ પીઆર અને ધો.૧૨ કોમર્સમાં દેવળીયા દેવાંગી ૯૯.૯૯ પીઆર સાથે ગુજરાત બોર્ડમાં પ્રથમ સ્‍થાન મેળવેલ છે ત્‍યારે આ બન્ને વિદ્યાર્થીનીઓને ગાંધીનગર મુકામે ગુજરાત રાજ્‍યના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના હસ્‍તે એવોર્ડ આપી સન્‍માનિત કરવામાં આવી. તેમજ ગુજરાતના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ બોર્ડમાં પ્રથમ આવનાર આ બન્ને દીકરીઓને પુષ્‍પગુચ્‍છ આપી પરિણામની શુભેચ્‍છા પાઠવી.

આ દીકરીઓના સન્‍માનના અવસરે ગંગોત્રી ગ્રુપ ઓફ સ્‍કૂલના ચેરમેન સંદીપ છોટાળા, આચાર્યા કિરણબેન છોટાળા અને વિદિશાબેન છોટાળા હાજર રહ્યા હતાં. આ તકે મુખ્‍યમંત્રીશ્રીએ અને શિક્ષણમંત્રીશ્રીએ સ્‍કૂલની વિદ્યાર્થીનીઓ, વાલીઓ, સ્‍કૂલના શિક્ષકોને અને સ્‍કૂલની મેનેજમેન્‍ટને પણ શુભેચ્‍છા પાઠવી હતી.(તસ્‍વીર-અહેવાલઃ હરેશ ગણોદીયાઃ ગોંડલ)

(10:48 am IST)