Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

આફ્રિકા વગર કચ્છ અને કચ્છ વગર આફ્રિકા અધૂરું છે:કેન્યા, યુગાન્ડા, તાંઝાનિયા વાસી કચ્છીઓના વતનપ્રેમની વાત ન્યારી

લેઉવા પટેલ સમાજ દ્વારા નિર્મિત ભુજની કે.કે.પટેલ હોસ્પિટલ માટે વધુ 24 કરોડનું દાન

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૬

 આફ્રિકા વગર કચ્છ અને કચ્છ વગર આફ્રિકા અધૂરું છે. ફરી એકવાર પૂર્વ આફ્રિકાના દેશો કચ્છડાના માવિત્રની ભૂમિકામાં વહાલ વરસાવતાં ભુજમાં કચ્છી લેઉવા પટેલ સમાજ નિર્મિત કે. કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ માટે વધુ 24 કરોડ રૂપિયા જેટલી રાશિ નોંધાવી મોટાઈ બતાવી છે. તાજેતરમાં સમાજ ટીમના સાત સભ્યો કેન્યા, યુગાન્ડા, તાન્ઝાનિયાના પ્રવાસે ગયા હતા ત્યાં વતનપ્રેમ ઝળક્યો હતો. સમાજ પ્રમુખ વેલજીભાઈ પિંડોરિયાએ આ ત્રણેય દેશોના તમામ લેવા પટેલ જ્ઞાતિજનોનો આભાર માન્યો હતો. મુખ્યદાતા કે. કે. પટેલ પ્રવાસ દરમ્યાન સાથે રહી જહેમત ઉઠાવી હતી. આઝાદીના અમૃત પર્વે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પિત થયેલી કે. કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ માટે ફંડ કરવા આફ્રિકાવાસી આગેવાનો અને ધાર્મિક-સામાજિક સંસ્થાઓના અનુરોધ અને સહકારથી કચ્છી લેઉવા પટેલ સમાજની ટીમે અંદાજે 11 હજાર જેટલા કચ્છીઓને જુદી જુદી સભારૂપે, ફળિયા કે સોસાયટી મિટિંગ સ્વરૂપે મળી કચ્છમાં સમાજ હેઠળ ચાલી રહેલા શિક્ષણ, આરોગ્ય, કૃષિ, સંગઠન, સહકારી પ્રવૃત્તિઓથી સૌને અવગત કરાવવા પ્રયાસ કર્યો હતો. કચ્છને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું સ્વપ્ન જેણે જોયું અને સહિયારા પ્રયાસે સાકાર કર્યું તેવા કચ્છી લેઉવા પટેલ સમાજના નવનિર્માણના શિલ્પી ગોપાલભાઈ માવજીભાઈ ગોરસિયાની આગેવાની હેઠળ મંત્રી કેસરાભાઈ પિંડોરિયા, પૂર્વ અધ્યક્ષ અને પીઢ આગેવાન અરજણભાઈ પિંડોરિયા, શિવજીભાઈ છભાડિયા, લક્ષ્મણભાઈ વિશ્રામ રાઘવાણી, દાતા પરિવારના પ્રવીણભાઈ વેલજી (વીઆરપી) પિંડોરિયા અને પ્રવાસ સંકલનકર્તા વસંત પટેલ જોડાયા હતા. તા. 13/5થી કેન્યામાં વિવિધ અગ્રિમ દાતાઓને તેમના વ્યવસાયિક પ્રતિષ્ઠાનો કે ઘરે જઈ મળવાનું શરૂ કર્યું હતું. તે પૈકી ઈસ્ટ આફ્રિકા સત્સંગ સ્વામિનારાયણ મંદિર, માંડવી લેવા પટેલ સમાજ નાઈરોબી , કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર લંગાટા, સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન બાપાશ્રી મંદિર અને અક્ષરધામ મોમ્બાસા ખાતે કેન્યાની જાહેર સભાઓ યોજાઈ હતી. જેમાં દાનની અપીલ સાથે વિગતો અપાઈ હતી. જ્યારે મોલોલોંગો વસાહત બેઠકનું સંકલન ગોવિંદભાઈએ કર્યું હતું. જ્યારે ડેઝી, આસોપાલવ મિટિંગનું સંકલન મૂળ નારાણપરના પ્રવીણભાઈએ સફળ બનાવ્યું હતું. કેન્યામાં સમાજને મોટો સાથ મળ્યો હતો. અહીં બે, એક કરોડથી લઈ 50, 25, 11, પ લાખ રૂપિયાના સંખ્યાબંધ દાન ઉદાર દિલે અને પૂર્ણ વિશ્વાસથી નોંધાવ્યા હતા. કેન્યા, યુગાન્ડામાં સુપર સ્પે. હોસ્પિટલના મુખ્ય નામકરણ દાતા કે. કે. પટેલ ખુદ જોડાયા હતા અને તેમના પ્રયાસોથી સારું દાન નોંધાયું હતું.' સુવિધાકાર્ડ, દાતાકાર્ડની વિગતો અપાઈ હતી. એકલા કેન્યામાં 14 કરોડ રૂપિયા નોંધાયા હતા જેમાં નિર્માણદાન અને નિભાવદાનનો સમાવેશ થયો હતો. યુગાન્ડા લેવા પટેલ સમાજ પ્રમુખ સુરેશભાઈ રાબડિયા, સત્સંગ અગ્રણી પરબતભાઈ ભીમજી સિયાણી, મંદિર પ્રમુખ હિતેશભાઈ જેસાણી, કંપાલા સમાજ પૂર્વ?પ્રમુખ નીતિનભાઈ વેકરિયા, રાજેશભાઈ હીરાણી, બિપિનભાઈ અરજણ પિંડોરિયા, રામજીભાઈ જય સ્વામિનારાયણ, હિતેશભાઈ વેલજી ઝીણા ગોરસિયા (જેન્ટેક્ષ), સુરેશભાઈ હાલાઈ, અનીતાબેન ભરત હાલાઈ, મંત્રી રમેશ હીરજી હાલાઈ, ટોરોરો ગ્રુપના દીપકભાઈ સેંઘાણી તથા સમાજ મંદિર, સ્કૂલ કમિટીના તમામ સભ્યો સહિયારા ઈજનથી જાહેરસભા યોજી હતી. યુગાન્ડામાં પણ મોટો સહયોગ સમાજને પ્રાપ્ત થયો હતો. નાઈરોબીમાં કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિરના પ્રમુખ હીરજીભાઈ સિયાણી તથા સમગ્ર કમિટી ટ્રસ્ટીગણ, પૂર્વ આફ્રિકા મંદિર પ્રમુખ મનજીભાઈ રાઘવાણી, નારાણ મનજી કેરાઈ, કાંતિભાઈ કેરાઈ તથા સમગ્ર કમિટી, નાઈરોબી લેવા પટેલ સમાજ પ્રમુખ ભીમજીભાઈ હાલાઈ, કમિટી ગાદી સંસ્થાન મંદિર પ્રમુખ કાંતિભાઈ સેંઘાણી, મંત્રી ગોપાલભાઈ રાબડિયા તથા કમિટી સૌનો સાથ મળ્યો હતો. મોમ્બાસામાં સમાજરત્ન હસમુખભાઈ ભુડિયાના માર્ગદર્શન હેઠળ સમાજ પ્રમુખ ધનજીભાઈ પિંડોરિયા તથા કમિટી, મોમ્બાસા કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર પ્રમુખ નારાણભાઈ મેપાણી તથા કમિટી, સ્વામિનારાણય એકેડેમી, નૂતન સમાજ સહિતના નિર્માણના કાર્યકર્તા, વૃંદાવન, સહજાનંદ અને અક્ષરધામ વસાહતના સર્વે સહયોગી રહ્યા હતા. ગોંભેશ્વર મહાદેવ મંદિરે કાર્યકર કાંતિભાઈ ભુડિયા (ક્રાંતિ પ્લમ્બર)એ સ્વાગત યોજ્યું હતું. તાન્ઝાનિયા અરૂશા-મોશીના અગ્રણી રવજીભાઈ ગોવિંદ વરસાણી, હરીશભાઈ, ગોવિંદભાઈ જાદવજી કેરાઈ બંધુઓએ અરૂશા સમાજ પ્રમુખ કાંતિભાઈ કેરાઈ (કેરા)ની આગેવાનીમાં બેઠક -સ્નેહભોજન યોજ્યા હતા. દાર-એ-સલામમાં શિક્ષણ આયુર્વેદપ્રેમી દાતા ગિરધરભાઈ પિંડોરિયા (માધાપર)ની આગેવાનીમાં દાર-એ-સલામ સ્વામિનારાયણ મંદિરમાં વિનોદભાઈ, રામજીભાઈ માયાણી, ખીમજીભાઈ તથા નરનારાયણદેવ યુવક મંડળના યુવકો-યુવતીઓએ સભા યોજી સહકાર આપ્યો હતો. ત્રણેય દેશોમાં લેવાપટેલ જ્ઞાતિજનોએ સકારાત્મક સૂચનો પણ કર્યા?હતા તેનો અમલ કરવા ખાતરી અપાઈ હતી. ત્રણેય દેશોના કુલ 24 કરોડ ફંડમાંથી 15 કરોડ નિર્માણમાં ખૂટતી રકમ પેટે ખર્ચાશે, જ્યારે 9 કરોડ રૂપિયા વાર્ષિકદાન યોજના હેઠળ દર વર્ષે આપી નિભાવમાં સહયોગ પ્રાપ્ત થયો છે.

(9:58 am IST)