Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

મેટોડા જીઆઇડીસી પારસપાર્ક સોસાયટીમાં વિજળી પડતા પરપ્રાંતીય યુવકનું મોત

(ભીખુપરી ગોસાઈ દ્વારા) ખીરસરા તા.૧૬: રાજકોટ નજીકના કાલાવડ રોડ ઉપર આવેલ મેટોડા જીઆઇડીસી પારસપાર્ક સોસાયટીમાં વિજળી પડતા પરપ્રાંતીય યુવકનું મોત થયું છે.

પોતાના રહેણાંક મકાનની છત ઉપર વરસાદ જોવા જતા વિજળી ઉપર પડતા હાલ મેટોડા જીઆઇડીસી પારસપાર્ક સોસાયટીમાં રહેતા સુલતાનપુર જીલ્લા આઝમગઢ ઉતરપ્રદેશના મજદુર યુવાન નિરજ શ્રી શ્‍યામ યાદવ ઉંમર વર્ષ ૨૩નું મળત્‍યુ નિપજેલ છે.

(10:43 am IST)