Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

જૂનાગઢમાં વિશ્વ યોગ દિવસની ઉજવણીની તૈયારી

જૂનાગઢઃ ૨૧ જૂન વિશ્વ આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગ રૂપે મહાનગરપાલિકા દ્વારા દિનદયાલ ઉપાધ્‍યાય મીટીંગ હોલ ખાતે કમિશનર રાજેશ.એમ.તન્નાના, અધ્‍યક્ષસ્‍થાને મીટીંગ યોજાઇ હતી જેમાં મેયર ગીતાબેન પરમાર, હરેશભાઇ પરસાણા, ડીવાયએસપી જાડેજા, એમ.કે.નંદાણીયા, હિતેશભાઇ દિહોરા, હાજાભાઇ ચુડાસમા, સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. જેમાં વોર્ડ વાઇઝ વિવિધ કમિટી રચી કામગીરી સોપાઇ હતી. જેમાં બહોળી સંખ્‍યામાં લોકોને જોડવા તા.૨૧ના રોજ ‘યોગ પે ચર્ચા' કાર્યક્રમ તથા રેલી યોજાશે.(અહેવાલઃવિનુ જોશી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા જુનાગઢ)

 

(10:47 am IST)