Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

કુંકાવાવ તાલુકા પંચાયતની ખેતીવાડી શાખા દ્વારા ખેડૂતોને મગફળીની ૨૨ નંબર જાત, ખાતર અને દવામાં સબસીડી અપાશે

વહેલા તે પહેલાના ધોરણે બ્‍લોક આપવાનો હોવાથી વહેલી તકે સંપર્ક કરવા અનુરોધ

(ભીખુભાઇ વોરા દ્વારા) વડિયા તા. ૧૬ : ચોમાસુ આવતા જ ખેડૂતો મગફળીના વાવેતર માટે બિયારણની શોધમાં હોય છે ત્‍યારે વડિયા કુંકાવાવ તાલુકા પંચાયતના ખેતીવાડી શાખા દ્વારા કુંકાવાવ વડિયા તાલુકાના ખેડૂતો માટે મગફળીના બિયારણની ૨૨ નંબરની જાત, ખાતર અને દવામા ૫૦% સબસીડી આપવાની યોજના અમલમા છે. ત્‍યારે વહેલા તે પહેલાના ધોરણે બ્‍લોકની ફાળવણી કરવાની હોવાથી સમગ્ર તાલુકાના જે ખેડૂતો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તે વડિયા કુંકાવાવ તાલુકાના ગ્રામ સેવક અને વિસ્‍તરણ અધિકારી ખેતીનો સંપર્ક કરવા જણાવાયું છે. આ માટેની માહિતી માટે તાલુકા પંચાયતના વિસ્‍તરણ અધિકારીના મોબાઈલ નંબરᅠ ૯૯૭૪૨ ૧૨૫૦૯ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(2:48 pm IST)