Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

જામનગર ગાયત્રી શકિતપીઠમાં ગાયત્રી જયંતીની ઉજવણી

(મુકુંદ બધિયાણી દ્વારા) જામનગર : તા.૧૬ ગાયત્રી શકિતપીઠ ખાતે ગાયત્રી જયંતીની ઉજવણી પુજન, અર્ચન, યજ્ઞ, જપના કાયક્રમો દ્વારા કરાઇ હતી. તથા યજ્ઞશાળાના વિસ્‍તૃતિકરણના દાતા દિપકભાઇ મોદી અને દામજીભાઇ પટેલ દ્વારા યશ નારાયણ ભગવાનની મૂર્તીનુ દશવિધ સ્‍થાન, પૂજન અને પુનઃ સ્‍થાપન કરાયુ હતુ.
પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞના કાર્યક્રમમાં  હાજર દર્શનાર્થીઓને ભારત સરકારની ગુરુદેવની પાંચ રૂ.ની ટપાલ ટિકિટ સાથે મહાપ્રસાદ અને ત્‍યારબાદ વૃક્ષારોપણ કાર્યક્રમ તુલસીના રોપ ૩૦૦ લોકોએ વાવી કર્યુ હતું.
બપોરબાદ ગાયત્રી મંત્રના જપ અને દિપમાળા કરાઇ હતી. અંતે પરિજન દિનાબેન દવેના સુપુત્ર અર્પિત દવેનું પ્રમુખ મનહરભાઇ જોષી અને ટ્રષ્‍ટી હરસુખલાલ સાણગરાએ સ્‍વાગત કરી આભાર માન્‍યો હતો. યજ્ઞનું સંચાલન દિપાબેન મોડિયા તથા નિશાબેન પટેલ અને દિપયજ્ઞનુ સંચાલન ગીતાબેન બોડા તથા ભાવનાબેન પિત્રોડા દ્વારા કરાયુ હતું. સંકલજ પ્રિતીબેન સોલંકી અને સંચાલન સી.પી. વસોયા દ્વારા કરાયું હતું.

 

(10:48 am IST)