Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

જેતપુરની જાનવી સાવલીયાની વેસ્‍ટઝોન ઇન્‍ટર યુનિવર્સિટી ક્રિકેટ ટુર્નામેન્‍ટમા પસંદગી

વિનુ જોશી દ્વારા તા.૧૬ સરદાર પટેલ કેળવણી મંડળના પી.ટી.આઇ. ડો.આર.વી.સરવૈયા દ્વારા જાનવી સાવલીયા અને ગુજરાતી કરીનાને જીલ્લા પંચાયત સ્‍પોર્ટસ કલબના ચીફ ક્રિકેટર કોચ હનીફભાઇ કુરેશી પાસેથી ૧ મહિનાના સુધી ઉચ્‍ચ સ્‍તરનું કોચિંગ લેવડાવવામાં આવ્‍યું હતું જેથી જાનવી સાવલીયાની વેસ્‍ટઝોન ઇન્‍ટર યુનિવર્સિટી મહિલા ક્રિકેટ ટુર્નામેન્‍ટ માટે પસંદગી કરાઇ છે.
જેથી જાનવી જયપુર ખાતે રમવા જશે. જે બદલ જાનવી સાવલીયાએ કોચ અને ડો સરવૈયાનો તથા  આસી.કોચ અઝીમ હફી, ભાવિનભાઇ રોકડ, જયેશભાઇ તથા અતુલભાઇ તથા નાથુભાઇ ઠાકરનો આભાર માન્‍યો હતો.

 

(10:58 am IST)