Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

સવારે ગોંડલ-ગીરગઢડા-બાંટવામાં જોરદાર ઝાપટા

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત

તસ્‍વીરમાં ગોંડલ આટકોટ, ઢાંકમાં વરસેલ વરસાદ નજરે પડે છે. (તસ્‍વીર : ભાવેશ ભોજાણી (ગોંડલ) કરશન બામટા (આટકોટ) પંકજગીરી ગોસ્‍વામી (ઢાંક)
રાજકોટ, તા. ૧૬ :  રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ચોમાસુ ધીમે-ધીમે જામતુ જાય છે અને દરરોજ કોઇ કોઇ જગ્‍યાએ હળવો ભારે વરસાદ વરસી જાય છે.
ગઇકાલે જુનાગઢ અને ગીર સોમનાથ જીલ્લામાં વરસાદ વરસ્‍યા બાદ આજે સવારે પણ જુદી જુદી જગ્‍યાએ વરસાદી ઝાપટા વરસ્‍યા છે.
જેમાં ગોંડલ, ગીર સોમનાથ જીલ્લાના ગીરગઢડા અને જુનાગઢ જીલ્લાના બાંટવામાં ઝાપટા રૂપે વરસાદ પડયો છે.
આજે પણ સર્વત્ર વાદળા યથાવત છે. અને મિશ્ર વાતાવરણનો માહોલ અનુભવાય છે.
ગોંડલ
ગોંડલ : ગોંડલમાં આજે સવારે વાદળાછાંયા વાતાવરણ વચ્‍ચે જોરદાર વરસાદ પડયો હતો. આ વરસાદ ૬ થી ૭ મીમી પડયો હોવાનું જાણવા મળ્‍યું છે. વરસાદી પાણી રસ્‍તા ઉપર ફરી વળ્‍યા હતા.
ઢાંક
(પંકજગીરી ગોસ્‍વામી દ્વારા) ઢાંક : ઉપલેટા તાલુકાના ઢાંક ગામે કાલે મેઘરાજાની ધમાકેદાર એન્‍ટ્રી થઇ હતી બપોરના ૧ વાગ્‍યા સુધી અમી વરસાદ વર્ષા થઇ હતી. ચાર કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસતા વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર છપાઇ ગઇ છે. ભારે ઉકળાટ વચ્‍ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડીની લહેર છવાઇ ગઇ છે. ચોમાસાની શરૂઆતમાં જ સારો વરસાદની શરૂઆત થતા ખેડૂતો ખુશ-ખુશાલ થઇ ગયા છે.
આટકોટ
(કરશન બામટા દ્વારા) આટકોટ : આટકોટ આજે સવારે પણ વરસાદી ઝાપટું પડ્‍યું હતું.
જયારે ગઇકાલે આટકોટ ધોધમાર એક ઈંચ વરસાદ પડતાં ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ હતી  આટકોટમાં બપોરે વિજળી નાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ સરું હતો અડધી કલાકમાં એક ઇંચ વરસાદ પડતાં નાના બાળકો થી લઈને મોટા પ્રથમવરસાદે નાહવાની મજા માણી હતી ગાયત્રી નગર નીચાણવાળા વિસ્‍તારોમાં પાણી ભરાઈ ગયા હતા લોકો ને હાલાકી ભોગવવી પડી હતી છ વખત સારો વરસાદ પડયો હતો કૈલાશ નગર વિસ્‍તારોમાં વરસાદ પડતાની સાથે જ વિજળી ગુલ થઈ હતી ત્રણ કલાક સુધી લાઈટો બંધ રહી ફોલ્‍ટ થયો હતો ફરી લાઈન અવાર નવાર લાઈટો ગુલ થઈ જાય છે લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા હતા  વીજળીનો પુરવઠો શરૂ થયો હતો ખેતરમાં પાણી બહાર નિકળી ગયા હતા. જયારે કાલે બપોરે બળધોઇમાં બે કલાકમાં અઢી ઇંચ વરસાદ પડયો હતો. બળધોઇની સરણ નદીમાં પ્રથમ વરસાદમાં પુર આવ્‍યું હતું.

 

(11:30 am IST)