Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

જુનાગઢનાં વડાલ પાસેથી ટ્રેકટરની ટ્રોલીની ચોરી

ફરીયાદ થતાં પોલીસ તપાસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧૬:    જુનાગઢનાં વડાલ પાસેથી ટ્રેકટરથી ટ્રોલીની ચોરી થયાની પોલીસમાં ફરિયાદ થઇ છે.

જુનાગઢના ઇવનગર ખાતે રહેતા લખુભાઇ ઓડેદરા તેમના ટ્રેકટરની જીજે ૧૪ યુ ૮૭૧૦ વડાલ ચોકડી ગામ વચ્ચે આવેલ ગંગાજાળીયા નદીના પુલ પાસે પાર્ક કરી હતી.

ત્યારે રાત્રેના સમયે અજાણ્યો ઇસમ ટ્રેકટરની ટ્રોલી ચોરીને હંકારી ગયો હોવાની ફરિયાદ થતા તાલુકા પોલીસે ટ્રોલી ચોરને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

(11:34 am IST)