Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

સાયલાના તિરૂપતિ સ્‍ટોનમાંથી ચોરાયેલ ૧૨૮ કિલો પિતળના મુદ્દામાલ સાથે મોટા કેરાળાના ૩ શખ્‍સ ઝબ્‍બે

વઢવાણ,તા.૧૬: સાયલા ગામની સીમમાં આવેલ તિરૂપતિ સ્‍ટોન ઈન્‍ડસ્‍ટ્રીઝ ભરડીયાના સ્‍ટોરરૂમની કોઈ અજાણ્‍યા ઈસમોએ બારી તોડી તેમાં રાખેલ પીતળના નળીયા નંગ-૩ કી.રૂા.૭૨,૦૦૦/-નો મુદ્દામાલની ચોરી કરી લઈ જઈ ગુન્‍હો સાયલા પો.સ્‍ટે.માં રજી. કરવામાં આવેલ.

જે અન્‍વયે પોલીસ ઈન્‍સ.એમ.ડી. ચૌધરી જીલ્લાની તમામ અનડીટેકટ ઘરફોડ ચોરીના ગુન્‍હાઓ શોધી કાઢવા અંગે ખાસ એકશન પ્‍લાન બનાવી પો.સબ.ઈન્‍સ. વી.આર. જાડેજા તથા એલ.સી.બી.સ્‍ટાફની અલગ અલગ ટીમો બનાવી જીલ્લા વિસ્‍તારમાં સઘન પેટ્રોલીંગ કરી ગુન્‍હાવાળી જગ્‍યાની વીઝીટ કરી, શંકાસ્‍પદ ઈસમોની માહીતી એકત્ર કરી, સકિય એમ.સી.આર. ઈસમો ઉપર વોચ તપાસ કરી ફાળદાયક હકીકત મેળવી અનડીટેકટ ગુન્‍હાઓ શોધી ચોર મુદ્દામાલ કબ્‍જે કરવા અંગે જરૂરી સુચના આપેલ.

જે સુચના માર્ગદર્શન મુજબ હકીકત મેળવેલ કે, સદર ગુન્‍હો રમણીક લાભુભાઈ કુકવાવા તથા રવી બટુકભાઈ ઓગાણીયા તથા રમેશ મનસુખભાઈ ઝાપડીયા રહે. તમામ મોટા કેરાળા તા. સાયલા વાળાએ સાથે મળી આચરેલ છે. મજકુર ત્રણેય ઈસમો મોટા કેરાળા ગામના કૃષ્‍નનગર પરાના નાકે આટાફેરા કરે છે તેવી હકીકતવાળી જગ્‍યાએ છાપો મારી આરોપીઓ (૧) રમણીક લાભુભાઈ કુકવાવા (ઉ.વ.૨૫) ધંધો- ડ્રાયવીંગ, (૨) રવિ બટુકભાઈ ઓગાણીયા (ઉ.વ.૨૦) ધંધો- ડ્રાયવીંગ, (૩) રમેશ ઉર્ફે રમો મનસુખભાઈ ઝાપડીયા (ઉ.વ.૨૦) ધંધો- ડ્રાયવીંગવાળાઓની પુછપરછ હાથ ધરતા મજકુર આરોપીઓએ સદર ગુન્‍હાની કબુલાત આપી સદર ચોરી કરી મેળવેલ મુદ્દામાલ આરોપી નં.૧ના ખેતરમાં દાટીને રાખેલ હોવાનું જણાવતા મજકુરને સાથે રાખી મોટા કેરાળા ગામની સીમમાં આવેલ આરોપી નં.૧ની વાડીમાં તપાસ કરતા ખેતરમાં દાટેલ પીતળની ટોગલ પીન નંગ-૫ તથા પીતળના નળીયા નંગ-૩, કુલ વજન ૧૨૭ કિલો ૯૦૦ ગ્રામ તથા બારી તોડવા ઉપયોગ કરેલ લોખંડની કોસ-૧ કિ.રૂા.૧૦૦ તથા મોબાઈલ ફોન નંગ-૩ કિં.રૂા.૨૦,૦૦૦/- મળી કુલ રૂા.૯૬,૮૪૦/-નો મુદામાલ સી.આર.પી.સી. કલમ-૧૦૨ મુજબ કબ્‍જે કરી મજકુર ત્રણેય આરોપીઓને સી.આર.પી.સી. કલમ ૪૧ (૧) આઈ મુજબ અટક કરી આગળની કાર્યવાહી અર્થે તમામને  બજાણા પો.સ્‍ટે.સોંપી આપેલ છે.

 એલ.સી.બી. ટીમ સુરેન્‍દ્રનગરના પોલીસ ઈન્‍સ્‍પેકટર એમ.ડી.ચૌધરી પો.સબ.ઈન્‍સ.વી.આર.જાડેજા એ.એસ.આઈ. વાજસુરભા લાભુભા તથા જુવાનસિંહ મનુભા તથા રૂતુરાજસિંહ નારસંગભા તથા ભુપેન્‍દ્રકુમાર જીણાભાઈ તથા પો.હેડ.કોન્‍સ. અમરકુમાર કનુભા તથા અનિરૂધ્‍ધસિંહ અભેસંગભા તથા અશ્વીનભાઈ ઠારણભા તથા હીતેષભાઈ જેસીંગભાઈ તથા જયેન્‍દ્રસિંહ જેઠીભા તથા પો.કોન્‍સ.સંજયભાઈ પ્રવિણભાઈ તથા ગોવિંદભાઈ આલાભાઈએ રીતેની ટીમ દ્વારા વણશોધાયેલ ધરફોડ ચોરીનો ગુન્‍હો શોધી કાઢેલ છે.

(11:35 am IST)